બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A young man from Rajkot got engaged to a girl from England

વેલેન્ટાઇન ડે / રાજકોટનો છોરો અને ઇંગ્લેન્ડની ગોરી: UKમાં અભ્યાસ કરતા કરતા થઇ ગયો પ્રેમ, પરિવાર હિન્દુ સંસ્કૃતિથી પ્રભાવિત

Malay

Last Updated: 12:24 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં બે દિવસ અગાઉ યોજાયેલી સગાઈએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વાસ્તવમાં સૌરાષ્ટ્રના યુવકે સાત સમુંદર પાર ઇંગ્લેન્ડની યુવતી સાથે ધામધૂમથી સગાઇ કરી છે.

 

  • રાજકોટના યુવકને ઇંગ્લેન્ડની યુવતી સાથે પ્રેમ થયો
  • વિદેશી ગોરી મેમનું સૌરાષ્ટ્રના યુવક પર આવી ગયું
  • પરિવારની હાજરીમાં બંનેએ કરી ધામધૂમથી સગાઇ

કહેવાય છે કે પ્રેમની સામે માણસ આંધળો બની જાય છે. કારણકે જ્યારે તે પ્રેમમાં હોય છે ત્યારે તેને ફક્ત સામેનું પાત્ર જ દેખાય છે. જો કોઈ વ્યક્તિને પ્રેમ થઇ જાય છે તો ઉંમર, જાતિ કે સરહદ નથી નડતી, પ્રેમ કરનાર વ્યક્તિ બધા સાથે ઝઘડીને પણ પ્રેમને પામી લે છે. આવો જ બનાવ રાજકોટમાં બન્યો છે. રાજકોટના યુવકને સાત સમુંદર પાર ઇંગ્લેન્ડની યુવતી સાથે પ્રેમ થયો અને આ બંનેની સગાઈ રાજકોટમાં યોજાઈ.

ઇંગ્લેન્ડની યુવતી અને રાજકોટનો યુવક
રાજકોટના યુવકની ઇંગ્લેન્ડની યુવતી સાથે શહેરની ખાનગી હોટલમાં ધામધૂમપૂર્વક સગાઈ યોજાઈ હતી. આ પ્રસંગમાં હાજરી આપવા દીકરીના પરિવારજનો પણ ઇંગ્લેન્ડથી ખાસ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટની હોટલમાં કિસન વૈદ્ય અને ઇંગ્લેન્ડની યુવતી ઇલી હીચિંગની રિંગ સેરમની યોજાઈ હતી. જે બાદ સગાઈમાં હાજર મહેમાનોએ યુવક અને યુવતીને આશીર્વાદ આપ્યા હતા.   

યુકેમાં થયો હતો પ્રેમ
આ અંગે ઇંગ્લેન્ડની યુવતી ઇલી હીચિંગના જણાવ્યા અનુસાર, તે કિશન સાથે યુકેમાં સાથે અભ્યાસ કરતી હતી અને ત્યાં જ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બંને એ તે જ સમયે લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કરી લીધું હતું. બંનેએ જ્યારે પરિવારને આ અંગે વાત કરી ત્યારે બંને પરિવારજનો લગ્ન માટે રાજી પણ થઈ ગયા.


 
આ સગાઈથી બંનેના પરિવારજનો ખુશ
ઇંગ્લેન્ડથી ખાસ રાજકોટ આવેલા ઇલી હીચિંગના માતા-પિતાએ જણાવ્યું કે, તેઓ ભારતથી અને ખાસ હિન્દુ સંસ્કૃતિથી પ્રભાવિત થયા છે. એટલા માટે જ તેઓ ભારતીય યુવક સાથે લગ્ન કરવા માટે રાજી થયા છે. જ્યારે કિશનના પિતાએ જણાવ્યું કે, હવે સમય બદલાયો છે અને આ બદલાતા સમય સાથે દેશની સ્થિતિ પણ બદલાય છે. વિદેશના લોકો પણ ભારત તરફ આકર્ષાઈ રહ્યા છે.

ધામધૂમ પૂર્વક સગાઈ કરી
મહત્વનું છે કે, લગ્નની આ સિઝનમાં પરંપરાગત લગ્ન પ્રસંગો તો અનેક જોવા મળતા હોય છે પરંતુ રાજકોટમાં યોજાયેલી સગાઈએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, સામાન્ય રીતે સૌરાષ્ટ્રની કે દેશની યુવતીઓ વિદેશમાં લગ્ન કરવા ઇચ્છતી હોય છે, યુવતીઓ વિદેશી છોકરાઓ સાથે લગ્ન કરીને પોતાના ઉજવળ ભવિષ્યના સપનાઓ પણ જોતી હોય છે. જોકે, રાજકોટમાં આનાથી ઉલટું જ જોવા મળ્યું. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ