બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / A woman has died of H3N2 virus in Vadodara
Malay
Last Updated: 07:53 AM, 14 March 2023
ADVERTISEMENT
ભારતમાં સતત ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વૃદ્ધિ થઈ રહી છે અને આ વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, ઋતુ બદલાવ સમયે ફ્લૂના કેસ સામે આવતા હોય છે, પરંતુ આ વર્ષે સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ વચ્ચે ગુજરાતમાંથી ભયજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં એક મહિલાનું H3N2 વાયરસથી મોત થયું છે.
ADVERTISEMENT
વડોદરા: H3N2 વાયરસથી મહિલાનું મોત, ફતેગંજ વિસ્તારની મહિલાને બે દિવસ પહેલા સારવાર માટે SSG હોસ્પિટલમાં કરાઈ હતી દાખલ#Vadodara #H3N2influenzavirus #H3N2 #H3N2Virus #VtvGujarati pic.twitter.com/HsOo1LBATz
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 14, 2023
58 વર્ષીય મહિલાનું મોત
મળતી માહિતી અનુસાર, શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા 58 વર્ષીય મહિલામાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો હતા. જેથી તેઓને સારવાર માટે શહેરની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંગેની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. મહિલાના પરિવારજનોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
H3N2ની તપાસ ક્યારે કરાવવી જોઈએ?
આરોગ્ય નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, કેસ વધવા લાગે તે સમયે H3N2ની તપાસ કરાવવી જોઈએ. પરંતુ દર્દી સાજા ના થાય અને આ વાયરસ પકડમાં ના આવે ત્યારે પણ તપાસ કરાવવી જોઈએ. ડૉકટર જણાવી રહ્યા છે કે, આ વર્ષે સૂકી ખાંસીના સૌથી વધુ દર્દીઓ સામે આવ્યા છે, મોટાભાગના દર્દીઓ ઈલાજ વગર સાજા થઈ રહ્યા છે.
H3N2 વાયરસના લક્ષણો
H3N2 વાયરસ થયા બાદ તાવ એક સપ્તાહમાં જ મટી જાય છે. શર્દી અને ખાંસીને મટવામાં વધુ સપ્તાહનો સમય લાગે છે. આ કારણોસર આ બિમારી દરમિયાન સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઈન્ફ્લુએન્ઝાના કેસમાં વધારો
કોરોનાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. આ પરિસ્થિતિમાં ખૂબ જ તેજીથી વાયરલ ઈન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે, કોરોના પછી ઈન્ફ્લુએન્ઝા જેવી બિમારીઓ ઓછી થઈ જશે, પરંતુ વાયરલ ઈન્ફેક્શનમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે રેસ્પિરેટરી સિસ્ટમ પર અસર થાય છે.
H3N2 વાયરસ કેટલો ખતરનાક?
મોટાભાગના લોકો મેડિકલ કેયર વગર સાજા થઈ રહ્યા છે. ગંભીર કેસમાં આ વાયરસ જીવલેણ સાબિત થઈ શકે છે. WHO અનુસાર વધુ જોખમ ધરાવતા દર્દીઓના કેસ જીવલેણ હોય છે.
H3N2થી સૌથી વધુ કોને જોખમ?
તમામ ઉંમરના લોકોને આ વાયરસ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓને આ બિમારી થવાનું સૌથી વધુ જોખમ છે. જો કોઈ વ્યક્તિ સતત બિમાર રહેતી તેણે પણ સાવધાની રાખવી જોઈએ. હેલ્થ કેયર વર્કર્સને ઈન્ફ્લુએન્ઝા થવાનું સૌથી વધુ જોખમ છે.
H3N2થી કેવી રીતે બચી શકાય?
WHO અનુસાર ભીડભાડવાળી જગ્યાએ જવાથી તમને આ બિમારી થઈ શકે છે. ઈન્ફ્લુએન્ઝાથી સંક્રમિત વ્યક્તિ ખાંસી અથવા છીંક ખાય તો અન્ય વ્યક્તિને પણ આ ઈન્ફ્લુએન્ઝા થઈ શકે છે. આ કારણોસર ખાંસી ખાતા સમયે અને છીંક ખાતા સમયે મોંછુ ઢાંકવું જોઈએ. સ્વચ્છતા જાળવી રાખો અને વારંવાર હાથ ધોતા રહેવું જોઈએ.
H3N2થી કેવી રીતે બચી શકાય?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.