બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદ / A sharp increase in the price of cans of cotton-seed oil ahead of Diwali

ભાવમાં ભડકો / મોંઘવારીએ પ્રજાનું 'તેલ' કાઢ્યું: દિવાળી ટાંણે કપાસિયા-સિંગતેલના ડબ્બાની કિંમતમાં ધરખમ વધારો

Malay

Last Updated: 08:22 AM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, એવામાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે. સતત વધતી માંગના કારણે કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તો દિવાળી પહેલા પહેલા CNG ગેસના ભાવમાં વધારો થયો છે.

  • દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં ભડકો
  • સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.50નો વધારો
  • કપાસિયા તેલના ભાવમાં રૂ.100નો વધારો  

રાજ્યમાં દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 100નો વધારો થયો છે. જે બાદ હવે સિંગતેલનો ભાવ 2950એ પહોંચી ગયા છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2400એ પહોંચી ગયા છે. 

ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો
તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચવાની સપાટી પર પહોંચી ગયો છે. સીગતેલનો નવો ભાવ રૂપિયા 2950 થયો છે. તો 100 રૂપિયાના વધારા બાદ કપાસિયા તેલનો નવો ભાવ 2400 થયો છે. 

તહેવારો આવતા બજારમાં વધી માંગઃ બિપીન મોહન
આ ભાવ વધારા પર ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહને જણાવ્યું કે, આ વખતે હવામાનને કારણે ઉત્પાદન ઓછું થયું છે. તો તહેવારો આવતા બજારમાં  ખાદ્ય તેલની માંગ ઘણી વધી છે. થોડા સમય પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચી ગયો હતો. પરંતુ તેમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામામ આવતા ભાવ 2950એ પહોંચ્યા છે. તો આગામી ટૂંકાગાળામાં ફરી રૂપિયા 50નો વધારો થઈ શકે છે. જે બાદ સિંગતેલના ભાવ ફરી 3 હજારે પહોચે તેવી શક્યતાઓ છે.

CNGના ભાવમાં પણ થઈ શકે છે વધારો
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ સીએનજીના ભાવમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં CNG ગેસમાં રૂપિયા 3નો વધારો થઈ શકે છે. દિવાળી પહેલા CNG ગેસના ભાવમાં વધારો થઈ શકે છે. જો CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો થશે તો ભાવ 88 રૂપિયાએ પહોંચી જશે. 

  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ