બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / A quantity of liquor was found in Rajkot Banaskantha Surat and Morbi

કાર્યવાહી / ગુજરાતમાં ધમધમતો નશાનો કાળો કારોબાર, રાજકોટમાં 19 લાખ, બનાસકાંઠામાં 5 લાખ, મોરબીમાં 12 લાખનો મુદ્દામાલ ઝબ્બે

Kishor

Last Updated: 06:49 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કહેવાતી દારુબંધી વચ્ચે રાજકોટ, બનાસકાંઠા, સુરત અને મોરબીમાંથી નશાનો કારોબાર સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

  • રાજ્યમાં ધમધમતો નશાનો કાળા કારોબાર
  • દારૂ અને નશાકારક બોટલોનો વધ્યો વેપાર
  • રાજકોટમાંથી ઝડપાયો 19 લાખનો દારૂ
  • બનાસકાંઠામાંથી ઝડપાયો 5.5 લાખનો દારૂ

ગુજરાતમાં વધી રહેલ નશાના કાળોબારને લઈ ગુજરાત સરકાર અને રાજ્યની પોલીસ સતત કાર્યરત છે. પરંતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની આડમાં દિવસેને દિવસે નશાનો કાળો કારોબાર વધતો જાય છે. ત્યારે આવા જ નશાના અલગ-અલગ કાળા કારોબાર રાજકોટ, બનાસકાંઠા, સુરત અને મોરબીમાંથી ઝડપાયા છે. રાજકોટ હાઈવે પર આવેલી બળદેવ હોટલમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી દમણથી સોમનાથ જતા ટ્રકમાંથી રૂપિયા 19 લાખની કિંમતનો દારૂ ઝડપ્યો છે. આ ઉપરાંત SMCએ બનાસકાંઠાના ડીસા પાસેથી 5.5 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે.આ સાથે સુરતમાંથી નશીલા પદાર્થોની હેરાફેરી કરતો પોલીસ પુત્ર ઝડપાયો છે. તો મોરબીના માળિયા હાઈવે પરથી પોલીસે રૂપિયા 12 લાખ 24 હજારની કિંમતની 12.240 નશાકારક બોટલો ઝડપી છે.

A quantity of liquor was found in Rajkot Banaskantha Surat and Morbi

ચોટીલા સ્ટેટ મોનિટરીંગ સેલે દારુનો જથ્થો ઝડપી પાડ્યો
 
રાજકોટ હાઈવેની બળદેવ હોટલમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી. આ વેળાએ ચોટીલા નજીક બળદેવ હોટલના પાર્કિંગમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દમણથી દારૂ ભરીને સોમનાથ જતી ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. જેને લઇને પોલીસે તપાસ હાથ ધરી હતી. આ વેળાએ રૂ.19 લાખની કિંમતની 6,966 બોટલ દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે ટ્રક સહિત કુલ રૂ. 29 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

A quantity of liquor was found in Rajkot Banaskantha Surat and Morbi

બનાસકાંઠામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો
વધુમાં બનાસકાંઠામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ મામલે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ડીસા પાસેથી પોલીસે કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ સાથે 5.5 લાખનો જપ્ત કરી તપાસ હાથ ધરતા અન્ય 5 સપ્લાયર્સના નામ ખુલ્યા હતા. આથી પોલીસે કારચાલક સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ તેજ બનાવી છે.

પોલીસ પુત્ર ગાંજા સાથે ઝડપાયો

નો ડ્રગ્સ ઇન સુરત સીટી અંતર્ગત સુરત પોલીસ ડ્રગ્સના દુષણને તેમજ ચરસ અને ગાંજા જેવી ગેર પ્રવૃતિઓને ડામવા માટે સતત કાર્યશીલ બની છે. જેના ભાગરૂપે ઉમરા પોલીસે બાતમીના આધારે એક પોલીસ પુત્રને 35 હજારના ચરસ અને ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો.સીટી લાઈટ વિસ્તાર મા દિવ્યેશ નામનો યુવક ચરસ અને ગાંજાના જથ્થા સાથે ઉભેલો હોવાની બાતમીના આધારે ઉમરા પોલીસે યુવકની તપાસ કરી પૂછપરછ કરતા તેમની પાસેથી ચરસ અને ગાંજા નો જથ્થો ઝડપાયો હતો. ઘટના ને પગલે ઉમરા પોલીસે યુવક ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. દિવ્યેશની પૂછપરછમાં સામે આવ્યું કે તે છેલ્લા 9 મહિનાથી વરાછા વિસ્તારમાંથી ચરસ અને ગાંજાનો જથ્થો મંગાવતો હતો.પોલીસનો પુત્ર હોવાથી કોઈ ને શક નહીં જાય તેવી રીતે ચરસ અને ગાંજાનો જથ્થો લાવતો હતો. 
 
મોરબીમાં આયુર્વેદિક દવાના નામે નશાકારક પીણાનું વેચાણ 

આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ નશાકારક સીરપનું વેચાણ રાજ્યના જુદાજુદા વિસ્તારમાં ફુલયુફાલ્યું છે. મોરબી જિલ્લામાં પણ જુદાજુદા સ્થળે આવી સીરપનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને શુક્રવારે મોરબી તાલુકા પોલીસે 976 બોટલ સીરપનો જથ્થો પકડાયો હતો. ત્યારબાદ મોરબી બી ડિવિઝન પોલીસે પણ માળીયા - મોરબી નેશનલ હાઈવે ઉપરથી આ નશાકારક પીણું ઝડપી લીધુ હતુ. જનકપુરી સોસાયટીમા આવેલ શોપીંગ સેંટરની દુકાન નંબર 3 ને ચેક કરી હતી ત્યારે પાર્થ હસમુખભાઇ ચૌહાણની દુકાનમાંથી આર્યુવેદીક હર્બલની 12,240 બોટલ કિંમત રૂપિયા 12,24,000 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ