બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A policeman misbehaved with a young man in Rajkot

આક્ષેપ / રાજકોટમાં ખાખી પર લાગ્યો ડાઘ: યુવક-યુવતીને એકલા જોઈ કરી અભદ્ર માંગણી, નંબર પણ લીધો હતો

Dinesh

Last Updated: 04:10 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પોલીસકર્મીએ યુવક-યુવતી સાથે ગેરવર્તન કર્યાના આક્ષેપ, PCR વેનમાં આવેલા કર્મીઓએ ન્યારી ડેમ વિસ્તારમાં યુવતી પાસે નંબર લઈને કરી અભદ્ર માંગણી

  • રાજકોટ પોલીસ પર આક્ષેપ
  • યુવતી પાસે અભદ્ર માગણી કરવાનો આક્ષેપ
  • ન્યારી ડેમ વિસ્તારની ઘટના


લોકો પોલીસને પોતાના રક્ષક ગણે છે. ગમે ત્યારે લોકોને મુશ્કેલી આવે ત્યારે લોકો પોલીસની મદદ લેતા હોય છે, ત્યારે ક્યારેક પોલીસ રક્ષકને બદલે ભક્ષક બનતા હોય તેવી ઘટના સામે આવે છે. આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટ પોલીસે તબીબ યુવક અને યુવતી સાથે ગેરવર્તન કર્યું છે. 

પોલીસકર્મીઓએ યુવતી સાથે ગેરવર્તન કર્યું
રાજકોટના ન્યારી ડેમ વિસ્તારમાં PCR વેનમાં આવેલા પોલીસકર્મીઓએ યુવતી સાથે ગેરવર્તન કર્યું છે. ન્યારી ડેમ પાસે ફરવા આવેલી યુવતીના મોબાઈલ નંબર મેળવીને પોલીસે અભદ્ર માગણી કરી છે. આ ઘટના સામે આવ્યા બાદ DCP કક્ષાના અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરી છે. જેમાં પોલીસકર્મી કસૂરવાર સાબિત થશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર

કસૂરવાર સાબિત થશે તો કાર્યવાહી કરાશે
PCR વેનમાં આવેલા પોલીસ કર્મીઓએ ન્યારી ડેમ વિસ્તારમાં યુવતી સાથે ગેરવર્તન કર્યું છે તેવો આક્ષેપ કરાયો છે. સમગ્ર ઘટનામાં આક્ષેપ એવો છે કે, પોલીસકર્મીએ યુવતી પાસે નંબર લઈને અભદ્ર માંગણી કરી છે. ઘટનાને પગલે DCP કક્ષાના અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. પોલીસકર્મી કસૂરવાર સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે. કહેવાય છે કે, રક્ષક ભક્ષક બને તો, એવો જ કિસ્સો આ રાજકોટથી સામે આવ્યું છે. પોલીસ કર્મીના આ ગેરવર્તન બદલ તેને સસ્પેન્ડ કરવા પણ માંગ કરવામાં આવી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ