બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / ભારત / A Muslim priest came in Ramlalas life prestige

અયોધ્યા રામ મંદિર / કોણ છે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં આવેલા આ મુસ્લિમ ધર્મગરું, સાધુ-સંતોની વચ્ચે આવ્યા નજર, મંદિરના પગથિયાં પણ ચડયા

Kishor

Last Updated: 09:46 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેલા મુસ્લિમ ધર્મગુરુ અંગે વિગતે ચર્ચા કરીએ તો તેઓનું નામ ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી છે. જે ઓલ ઈન્ડિયા ઈમામ્સ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ છે.

  • પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુસ્લિમ ધર્મગુરુ રહ્યા હાજર
  • મુસ્લિમ ધર્મગુરુ પણ VVIP મહેમાનોની વચ્ચે બેઠેલા નજરે પાડયા
  • માનવ અને માનવતા આપણો મોટો ધર્મ છે

અયોધ્યામાં આજે ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં દેશ વિદેશના અનેક મહેમાનોએ હાજરી આપી હતી. સનાતન ધર્મ ઉપરાંત ધાર્મિક નેતાઓ અને વિવિધ સંપ્રદાયોના પ્રતિનિધિઓને આમંત્રણ અપાયા બાદ અનેક આગેવાનોએ હાજરી આપી શોભા વધારી હતી. ખાસ વાત એ કાર્યક્રમમાં એક મુસ્લિમ ધર્મગુરુ પણ VVIP મહેમાનોની વચ્ચે બેઠેલા નજરે પાડયા હતાં. ત્યારે કોણ છે આ મહેમાન? જાણીએ અહેવાલમાં!

મુસ્લિમોના ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શક
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેલા મુસ્લિમ ધર્મગુરુ અંગે વિગતે ચર્ચા કરીએ તો તેઓનું નામ ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી છે. જે ઓલ ઈન્ડિયા ઈમામ્સ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ છે. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડો. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસીને ભારતના 5 લાખ ઈમામો અને લગભગ 21 કરોડ ભારતીય મુસ્લિમોના ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે પણ માનવામાં આવે છે.

શિક્ષણના સર્વોચ્ચ પદથી સન્માનિત કરાયા
ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી ધર્મ, આધ્યાત્મિકતા અને આંતર-ધાર્મિક સંવાદના તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર સંસ્થાનું આગેવાની કરે છે. તાજેતરમાં તેમના નામે એક ઈતિહાસ રચાયો છે. જેમા પંજાબમાં આવેલ દેશ ભગત યુનિવર્સિટી દ્વારા તેઓને ફિલોસોફીની ડોક્ટરેટની ડિગ્રી અપાઈ છે અને ખાસ વાત એ છે કે. ભારતીય ઈતિહાસમા અગાઉ ક્યારેય આવું બન્યું નથી કે કોઈ મસ્જિદના ઈમામને શિક્ષણના સર્વોચ્ચ પદથી સન્માનિત કરાયા હોય!

 

ઇમામ ઇલ્યાસીએ હૃદય સ્પર્શી વાત કહી

આ વેળાએ ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીએ જણાવ્યુ હતું કે, આ બદલાતા ભારતનું ચિત્ર છે. આજનું ભારત શ્રેષ્ઠ છે. તેઓએ હૃદય સ્પર્શી વાત કહેતા જણાવ્યું હતું કે હું અહીં પ્રેમનો સંદેશ લઈને આવ્યો છું. આજનો સંદેશ નફરતને ખતમ કરવાનો છે.આપણી પાઠ, પૂજા અને માન્યતા ભલે  અલગ હોઈ શકે છે, પરંતુ બધાનો સૌથી મોટો ધર્મ માનવ અને માનવતાનો છે અને આ ધર્મને જીવંત રાખવા સૌ આગળ આવીએ. વધુમાં આપણો દેશ ભારત છે અને આપણે ભારતને મજબૂત કરવા એક શૂર બનીએ. આપણા માટે રાષ્ટ્ર સર્વોપરી છે. ખૂબ દુશ્મની લીધી, રાજકારણ કર્યા, લોકો મર્યા  બસ હવે બધાએ સાથે આવીને ભારત અને ભારતીયતા માટે લડવું જોઈએ. નોંધનિય છે કે તેઓ કેટલાક ઇસ્લામિક વિદ્વાનોમાંના એક છે જેઓ ઉગ્રવાદ અને આતંકવાદ પર ખૂબ જ સ્પષ્ટ અને કંઠ્ય વલણ ધરાવે છે,

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ