બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / A massive fire broke out in the basement of Rajasthan Hospital in Ahmedabad

મેજર કૉલ / અમદાવાદના શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલમાં આગ ભભૂકી, દર્દીઓમાં અફરાતફરી, ફાયરની 29 ગાડીઓ ઘટના સ્થળે

Malay

Last Updated: 10:09 AM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી છે. આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે.

  • અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ
  • બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ
  • ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ અંગેની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસને સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.

60 જેટલા દર્દીઓને ખસેડાયા અન્ય હોસ્પિટલમાં 
મળતી માહિતી અનુસાર, શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ આગી છે. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયરની 29 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે. હોસ્પિટલમાં દાખલ 60 જેટલા દર્દીઓને 10થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ
હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આગને કાબૂમાં લેવા માટે રોબોટની મદદ લેવામાં આવી રહી છે. ઓક્સિજનના સાધન સાથે કર્મચારીઓ આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. બેઝમેન્ટમાં ભંગાર મુક્યો હોવાથી આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. 

આ મામલે DYMC રમેશ મેરજાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, આગ બેઝમેન્ટમાં લાગી છે.તમામ દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે. હજી પણ દર્દીને ખસેડવાની કામગીરી ચાલુ છે. રાજસ્થાન હોસ્પિટલ બહારનો રોડ બંધ કરવામાં આવ્યો છે. 4 કલાકથી ફાયરની 29 જેટલી ગાડીઓ જહેમત ઉઠાવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ