બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / A major scam took place during the operation of Herasar International Airport in Rajkot

ઘટસ્ફોટ / રાજકોટના નવા એરપોર્ટ નિર્માણમાં કૌભાંડ: કોન્ટ્રાક્ટરે 'સરકાર'ના માટી-પથ્થર વાપર્યા, જમા ન કરાવી રૉયલ્ટી, કલેક્ટરનું મૌન

Malay

Last Updated: 01:25 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી દરમિયાન મોટું કૌભાંડ થયું છે. મધ્યપ્રદેશની દિલીપ બિલ્ડકોન કંપનીએ આ કૌભાંડ આચર્યું છે. આ સમગ્ર મામલે કલેક્ટર અરૂણ મહેશબાબુ મૌન સેવ્યું છે.

  • રાજકોટમાં ફરી એક મોટું કૌભાંડ સામે આવ્યું
  • હીરાસર એરપોર્ટના નિર્માણમાં રોયલ્ટીનું કૌભાંડ
  • કંપનીએ સરકારમાં જમા ન કરાવી રોયલ્ટી
  • દિલીપ બિલ્ડકોન વિરુદ્ધ કાર્યવાહી થશે?

રાજકોટના હીરાસર એરપોર્ટના નિર્માણમાં રોયલ્ટીને લઈને સરકારને મોટુ નુકસાન થયું છે. મધ્યપ્રદેશની દિલીપ બિલ્ડકોન નામની કંપનીને ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણમાં મોટું કૌભાંડ આચર્યું છે. આ કંપનીએ ખનીજ રોયલ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને મોટું કૌભાંડ આચરતા હડકંપ મચી ગયો છે. સમગ્ર મામલો સામે આવ્યા બાદ રાજકોટના કલેક્ટર અરૂણ મહેશબાબુએ પણ બોલવાનું ટાળ્યું છે અને આ મામલે મૌન સેવી લીધું છે. 

શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં હીરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. 1405 કરોડ રૂપિયાના ખર્ચે આ એરપોર્ટને તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટના હીરાસર એરપોર્ટના નિર્માણનો કોન્ટ્રાક્ટ દિલીપ બિલ્ડકોન નામની કંપનીને મળ્યો છે. ત્યારે એરપોર્ટની કામગીરી દરમિયાન આ કંપનીએ મોટું કૌભાંડ આચર્યું છે. હકીકતમાં મધ્યપ્રદેશની દિલીપ બિલ્ડકોન કંપનીએ એરપોર્ટની જમીનને સમતલ કરતી વખતે નીકળેલા ખનીજની રોયલ્ટી ભરવાના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. કાયદાને તોડીને કોન્ટ્રાક્ટર કંપની દિલીપ બિલ્ડકોને સરકારી તિજોરીમાં રોયલ્ટી જમાં કરાવી નથી. હીરાસર એરપોર્ટની કામગીરીમાં નિર્માણ કંપનીના પાપે સરકારને કરોડોનું નુકસાન થયું છે. 

 

કાયદા મુજબ પથ્થર અને માટી પર સરકારનો અધિકાર 
હીરાસર એરપોર્ટની જમીન સમતલ કરવા ખોદકામ દરમિયાન નીકળેલી માટી-પથ્થરને સરકારમાં જમા કરાવવાને બદલે તેનો ઉપયોગ કંપનીએ એરપોર્ટના નિર્માણમાં જ કરી નાખ્યો છે. કાયદા મુજબ આ પથ્થર અને માટી પર સરકારનો અધિકાર હોય છે. આ પથ્થર અને માટીનું વેચાણ કરીને સરકાર રોયલ્ટી મેળવે છે. જોકે,  દિલીપ બિલ્ડકોન કંપનીએ એરપોર્ટ નિર્માણમાં પથ્થર-માટી વાપરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. 2017માં ગુજરાત સરકારે બનાવેલા ખનીજની રોયલ્ટીના નિયમોનું કંપનીએ સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. 

સરકારને નુકસાનીની જાણ થતા દિલીપ બિલ્ડકોને માગી માફી
વહીવટી તંત્રને નુકસાનની જાણ થતા દિલીપ બિલ્ડકોને રોયલ્ટી માફ કરવાની માંગ કરી છે. જોકે, રાજકોટના ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએ કાયદા મુજબ આ ગુનો માફી પાત્ર ન હોવાનો મત આપ્યો છે. આ ઉપરાંત ખાણ ખનીજ કમિશનરે પણ રોયલ્ટી માફી પાત્ર નહીં હોવાનું જણાવ્યું છે. અહીં સૌથી ધ્યાન આપવા જેવી બાબત તો એ છે કે હીરાસર એરપોર્ટનું નિર્માણ રાજકોટના કલેક્ટર અરૂણ મહેશબાબુના સુપરવિઝનમાં થઈ રહ્યું છે. કલેક્ટરે પણ કંપનીને રોયલ્ટી ભરવા માટે આદેશ કેમ ન આપ્યો તે એક મોટો સવાલ છે. રોયલ્ટી ચોરીના આવડા મોટા કેસમાં કલેક્ટર કેમ ચૂપ છે. રોયલ્ટી જમા કરવાનો આદેશ થયા પછી અમલ કોણ કરાવશે.

સળગતા સવાલ
-  કંપનીને ખોદકામ પહેલા નિયમો કોઈએ કેમ ન બતાવ્યા?
- ખાણખનિજ વિભાગ નિર્માણ સમયે કેમ ન જાગ્યું?
- કલેક્ટર ઉડતી મુલાકાતે જાય છે પણ ખનિજચોરી ન દેખાઈ?
- દિલીપ બિલ્ડકોનને શું સ્થાનિક સ્તરે બચાવી રહ્યાં છે?
- સરકારી તિજોરીને નુકસાન કરાવવામાં કોણ-કોણ ભાગીદાર છે?
- દરેક વિભાગો એકબીજાને પત્ર જ કેમ લખ્યા કરે છે?
- રોયલ્ટી માફીને પાત્ર નથી તેવું જ રટણ કેમ બધા વિભાગો કરે છે?
- ભૂસ્તરશાસ્ત્રી ખાણખનિજ કમિશનરને કેમ જાણ કરી રહ્યાં છે?
- ખાણખનીજ કમિશનર કલેક્ટરને કેમ જાણ કરી રહ્યાં છે?
- ભૂસ્તરશાસ્ત્રીની એરપોર્ટ ઓથોરિટીને પત્ર લખી સંતોષ કેમ માને છે?
- રોયલ્ટી ચોરીના આવડા મોટા કેસમાં કલેક્ટર કેમ ચૂપ છે?
- વાસ્તવમાં રોયલ્ટી વસૂલ કરવાનો આદેશ કરશે કોણ?
- રોયલ્ટી જમા કરવાનો આદેશ થયા પછી અમલ કરાવશે કોણ?
-  એપ્રિલમાં દિલિપ બિલ્ડકોનનું કામ પુરુ થઈ જશે પછી શું?
- નવું એરપોર્ટ બનાવીને સરકારને સોંપ્યું પછી રોયલ્ટીનું શું?
- મધ્યપ્રદેશની કંપની પાસેથી રોયલ્ટી કોણ વસૂલ કરશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ