બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / A lawyer made a policeman traveling in a black film white car aware of the law

કાર્યવાહી / VIDEO: બ્લેક ફિલ્મ... વ્હાઇટ કારમાં ફરતા પોલીસ જવાનને વકીલે કરાવ્યું કાયદાનું ભાન, ખુદ PIએ આવીને ફટકાર્યો દંડ

Priyakant

Last Updated: 02:07 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Police News: વકીલે નિયમોની પાલન નહીં કરનારા પોલીસકર્મી પાસે દંડ ભરાવ્યો, PIએ પોલીસ કર્મચારી પાસેથી સ્થળ પર જ 3 હજાર દંડ વસૂલ્યો

  • પોલીસકર્મીને નથી ટ્રાફિક નિયમનું ભાન 
  • વકીલે ટ્રાફિકના નિયમનું કરાવ્યું ભાન
  • કારના કાચમાં બ્લેક ફિલ્મ હોવાથી દંડ વસૂલ્યો

સુરત પોલીસ કર્મચારીને દંડ: સુરતમાં પોલીસકર્મીને વકીલે ટ્રાફિકના નિયમનું ભાન કરાવ્યું હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વકીલે નિયમોની પાલન નહીં કરનારા પોલીસકર્મી પાસે દંડ ભરાવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીની કારમાં બ્લેક ફિલ્મ કાચને હોવાથી તેમને દંડ ભરવો પડ્યો હતો. 

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ સતત કાર્યરત હોય છે. જોકે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે કે, જેમાં ખુદ પોલીસ કર્મચારીએ નિયમનું પાલન ન કર્યું હોવાથી દંડ ભરવાનો વારો આવ્યો છે. આ ઘટનાની વિગત એવી છે કે, સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનના કર્મચારીએ પોતાની કારમાં બ્લેક ફિલ્મ કાચ લગાવ્યા હતા. જેને લઈ વકીલ મેહુલ બોઘરાએ આ અંગે PIને જાણ કરી હતી. 

ડિંડોલી સર્કલ પર PIએ સ્થળ પર પહોંચી દંડ વસૂલ કર્યો 
પાંડેસરા પોલીસ સ્ટેશનના કર્મચારીની કારમાં બ્લેક ફિલ્મ કાચ હોવાને લઈ ડિંડોલી સર્કલ પર PI સ્થળ પર પહોંચ્યા હતા . જ્યાં પહોંચી તેમણે પોલીસ કર્મચારી પાસેથી સ્થળ પર જ 3 હજાર દંડ વસૂલ્યો હતો. વિગતો મુજબ કારમાં પોલીસનું ટેગ અને કાળા કાચ હતા. આ સાથે પીયુસી અને વીમો પણ ન હોવાનું સામે આવ્યા બાદ ડિંડોલી સર્કલ પર PIએ જ કારના કાચ પરની બ્લેક ફિલ્મ હટાવડાવી અને દંડ ફટકાર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ