બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / A grand road show similar to Trump will be held again in Ahmedabad: Majestic guest is coming from UAE, PM Modi will welcome, know the program

વાયબ્રન્ટ ગુજરાત 2024 / અમદાવાદમાં ફરી થશે ટ્રમ્પ જેવો જ ભવ્ય રોડ શૉ: UAEથી આવી રહ્યા છે જાજરમાન મહેમાન, PM મોદી કરશે સ્વાગત, જાણો કાર્યક્રમ

Vishal Khamar

Last Updated: 11:30 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં સાત કિલોમીટર લાંબો રોડ શો કરશે. PM મોદી 9 જાન્યુઆરીએ UAEના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો યોજાશે. આ રોડ શો સાબરમતી આશ્રમ પહોંચ્યા બાદ સમાપ્ત થશે. બીજા દિવસે વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે.

  • PM મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા અમદાવાદમાં રોડ શો કરશે
  • PM UAEના રાષ્ટ્રપતિ સાથે સાબરમતી આશ્રમ  જશે
  • PM મોદી બીજા દિવસે વાઈબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના પ્રમુખ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે રોડ શો કરશે. UAEના રાષ્ટ્રપતિ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ભારતની મુલાકાતે છે. તેઓ 9 જાન્યુઆરીએ ગુજરાતના અમદાવાદ પહોંચશે. પીએમ મોદીના UAEના રાષ્ટ્રપતિ સાથે ઘણા સારા સંબંધો છે. UAE ના રાષ્ટ્રપતિ MBZ તરીકે ઓળખાય છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ દિવસીય વાઇબ્રન્ટ સમિટ માટે ગુજરાત સરકાર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.

સાબરમતી આશ્રમ સુધી રોડ શો
પીએમ નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે. વડાપ્રધાન પણ 9 જાન્યુઆરીએ અમદાવાદ આવવાના છે. UAE રાષ્ટ્રપતિને આવકારવાની સાથે સાથે વડાપ્રધાન મોદી તેમને રોડ શો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ લઈ જશે. UAEના પ્રમુખ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન તે રાજ્યના વડાઓમાં સામેલ છે. જેઓ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 થી 12 જાન્યુઆરી સુધી ચાલશે. ગુજરાત સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રોડ શો સાબરમતી આશ્રમ ખાતે પૂર્ણ થશે. UAEના રાષ્ટ્રપતિને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ આવકારશે.

વધુ વાંચોઃ ગુજરાતમાં એક જ દિવસમાં 7 લાખ કરોડના MoU,રાજ્યમાં ફરીવાર 3 લાખ લોકો માટે રોજગારીની તક ઊભી થવાની શક્યતા

વાઇબ્રન્ટ સમિટમાં પીએમ મોદીનું યોગદાન
ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કર્યો હતો. PMએ સમિટના 20 વર્ષ પૂરા થવા પર સમિટ ઑફ સક્સેસ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ આ સમિટમાં ગુજરાતના વિકાસનો મોટો શ્રેય આપ્યો હતો. આ વખતે સમિટમાં 28 દેશો ભાગીદાર બન્યા છે. સમિટમાં 1 લાખ મહેમાનો ભાગ લે તેવી અપેક્ષા છે. સમિટને કારણે અમદાવાદની હોટેલો 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ફુલ થઈ ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ