બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 7 lakh crore MoU in one day in Gujarat

Vibrant Gujarat 2024 / ગુજરાતમાં એક જ દિવસમાં 7 લાખ કરોડના MoU,રાજ્યમાં ફરીવાર 3 લાખ લોકો માટે રોજગારીની તક ઊભી થવાની શક્યતા

Kishor

Last Updated: 06:07 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat 2024 ને પગલે એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના MoU થયા છે. જેને લઈને 3 લાખ 70 હજાર રોજગારી સર્જન થવાનો દાવો કરાઈ રહ્યો છે.

  • વાયબ્રન્ટ ગુજરાત પહેલા જ રેકોર્ડબ્રેક MoU 
  • એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના MoU થયા
  • CMની ઉપસ્થિતિમાં અત્યાર સુધી 10 લાખ 31 કરોડના MoU થયા 

ગુજરાત સરકાર દ્વારા આયોજીત વાઈબ્રન્ટ સમિટ આગામી 10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે યોજાશે. ગુજરાતમાં યોજનાર આ વાઈબ્રેન્ટ સમિટ 10મી વાઈબ્રેન્ટ સમિટ છે. ત્યારે વાઈબ્રન્ટ સમિટને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કારણ કે વાઈબ્રન્ટ ગુજરાત પહેલા રેકોર્ડબ્રેક MOU થયાં છે. જેના યશ પરિણામ સ્વરૂપે રાજ્યમાં નવી રોજગારી સહિત અનેક લાભો થશે.

3 લાખ 70 હજાર રોજગારી સર્જન થવાનો દાવો

વાઈબ્રન્ટ ગુજરાત અમિટને લઈને ઉત્સાહનો માહોલ છે. પહેલા રેકોર્ડબ્રેક MOU થયાં છે. એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના MOU હોવાનું સાત્ત્વર સામે આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ઉપસ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. લગભગ પહેલીવાર એવું થયું કે કે વાઈબ્રન્ટ સમિટ યોજાઈ તે પહેલા જ કરોડોના MOU  થયા છે. નોંધનિય છે કે એક જ દિવસમાં થયેલા MOU પૈકી 3.70 લાખ રોજગારી સર્જન મળવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

એક જ દિવસમાં થયેલા MoUને પગલે ઉજળા સંજોગો
નોંધનીય છે કે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં  સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ સિવાય મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી, રશિયાના એક વરિષ્ઠ મંત્રી સહિત અને નામી દિગ્ગજો ગુજરાતના આંગણે આવશે અને મહેમાન બનશે. સાથે જ સમિટ 2024માં અંદાજે એક લાખ જેટલા લોકો આવાની સંભાવના છે. ત્યારે આ સમિટ યોજાઈ તે પહેલા જ CMની ઉપસ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ છે

નોંધનિય છે કે ગુજરાતમાં દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ છે. આ વખતે આ 10મી ગુજરાત વાઈબ્રન્ટ સમિટ છે..  આ ગુજરાત વાઈબ્રેન્ટની શરૂઆત વર્ષ 2003માં ભારતના વડાપ્રધાન (તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી) નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ હતી. સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે.. જૂનાં તમામ રેકૉર્ડ બ્રેક થાય તેવું જોવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ