બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / સુરત / A fire broke out in a company called Pankaj Fashion in Palsana GIDC

સુરત / પલસાણા GIDCમાં આવેલી પંકજ ફેશન નામની કંપનીમાં આગ, કર્મચારીઓમાં મચી ભાગદોડ

Kiran

Last Updated: 11:30 AM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પલસાણામાં આવેલી GIDCમાં આગની ઘટના સામે આવી  જેમાં પંકજ ફેશન નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

  • સુરતના પલસાણામાં લાગી આગ
  • GIDCમાં પંકજ ફેશન નામની કંપનીમાં આગ
  • મીલમાં પડેલા ગ્રે ટાંકાનો જથ્થો બળીને ખાખ

સુરતમાં પલસાણામાં આવેલી GIDCમાં આગની ઘટના સામે આવી  જેમાં પંકજ ફેશન નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે સદનબીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોંતી.  

સુરતના પલસાણામાં લાગી આગ

સુરત GIDCમાં આવેલી પંકજ ફેશન નામની કંપનીમાં વહેલી સવારે અચાનક આગ ફાંટી નીકળતા કર્મચારીઓમાં અફરાતફરી સર્જાઈ હતી. જો કે બનાવની જાણ તુરંત જ ફાયરવિભાગે કરાતા ફાયર વિભાગી બે ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બારડોલી અને કામરેજ ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોંતી. 

મીલમાં પડેલા ગ્રે ટાંકાનો જથ્થો બળીને ખાખ

આગના કારણે કંપનીમાં રહેલા માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કંપનીમાં રહેલો ગ્રે ટાંકાનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. જો કે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી ફાયર વિભાગે કુલિંગની કામગીરી હાથ ધરી હતી. આગ શાના કારણે લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ પ્રાથમિક જાણકારી અનુસાર આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. 

રાજકોટમાં ઝૂંપડાઓમાં આગ લાગતા એક દીકરીનું મોત 

ગુજરાતમા અવાર નવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજકોટમાં પણ આગની ઘટના સામે આવી હતી જેમાં ત્રણ બાળકીઓ દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યારે એક બાળકીનું મોત નિપજ્યું હતું. રાજકોટના કુવાડવા રોડ ઉપર ઝૂંપડામાં રહેતા પિતા લાઈટ ન હોવાથી જ્યારે પેટ્રોલની બોટલ શોધવા માટે દીવાસળી હતી જે બાદ અચાનક આગ પ્રસરી ઉઠી હતી. આગના કારણે પરિવારની ત્રણ દીકરીઓ દાઝી ગઈ હતી જે પૈકી એક દીકરીનું આગમાં દાઝી જવાથી કરુણ મોત નિપજ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ