બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / A female RPF was saved by a suicidal passenger in West Bengal

VIDEO / રેલવેના પાટા પર માથું રાખી સૂઈ ગયો શખ્સ, લેડી કોન્સ્ટેબલની ચપળતાએ 10 સેકન્ડમાં બચાવ્યો જીવ, જુઓ વીડિયો

Kishor

Last Updated: 11:55 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં આત્મહત્યાના ઇરાદે રેલ્વે ટ્રેક પર સુઈ ગયેલા મુસાફરનો આરપીએફની મહિલાએ જીવ બચાવ્યો હતો,

  • પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી
  • આત્મહત્યાના ઇરાદે આવેલ મુસાફરનો આરપીએફની મહિલાએ જીવ બચાવ્યો
  • આરપીએફ ઇન્ડિયાના ટ્વીટર પર વીડિયો પોસ્ટ

પશ્ચિમ બંગાળના મેદીનીપૂરું રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જેમાં ટ્રેનના પાટા પર એક વ્યક્તિ આવી અને સુઈ ગયો હતો. આત્મહત્યાના ઇરાદે આવેલો વ્યક્તિ ટ્રેનના ટ્રેક પર સુઈ ગયો હોવાનું રેલવે સ્ટેશન પર હાજર આરપીએફની મહિલા જવાનને ધ્યાને આવતા તે તાત્કાલિક દોડી ગયા હતા. જેમણે ટ્રેક પર આત્મહત્યાના ઇરાદે સુતેલા વ્યક્તિને તાત્કાલિક ઉગારી લેવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. આ ઘટનાના સીસીટીવી આરપીએફ ઇન્ડિયાના ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જે ધૂમ વાયરલ થઈ રહ્યા છે.

લોકો પણ સુમતિની મદદ કરવા દોડી ગયા

વીડિયોમાં દ્રશ્યમાન થાતી વિગતો અનુસાર એક વ્યક્તિ રેલવે પ્લેટફોર્મ પર આવી અને ઉભો તો જ્યાં વિચાર્યા બાદ તે તાત્કાલિક ટ્રેક પર ઉતરી ગયો હતો અને પોતાનું માથું પાટા પર મૂકી દીધું હતું. ત્યારબાદ આ મામલે આરપીએફના કોન્સ્ટેબલ કે સુમતિને ધ્યાને આવતા તે આ માણસને બચાવવા માટે દોડે છે અને તેમની સમયસુચકતાને પગલે તાત્કાલિક પહોંચી અને માણસને સલામત સ્થળે ખસેડે છે. બાદમાં આ દ્રશ્ય ધ્યાને આવતા પ્લેટફોર્મ પર હાજર અન્ય લોકો પણ સુમતિની મદદ કરવા દોડી જાય છે.


આરપીએફ ઇન્ડિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલ આ વીડિયોમાં કેપ્શનમાં લખ્યું હતું કે મહિલા કોન્સ્ટેબલે રેલવે સ્ટેશન પર સડસડાટ ગતિએ આવતી ટ્રેનની પસાર થવાની થોડી જ ક્ષણો અગાઉ રેલ્વે ટ્રેક પરથી એક વ્યક્તિને સલામત રીતે ઉગારી લીધો હતો અને મુસાફરોની સુરક્ષા માટે તેઓની સમયસૂચકતાને સલામ છે. બીજી તરફ આ વીડિયો નિહાળી અનેક લોકોએ મુસાફરનો જીવ બચાવવા બદલ આરપીએફ કર્મચારીની પ્રશંસા કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ