બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / A customer was attacked by a cockroach from Surat's La Pinoz Pizza

ભેળસેળિયા બેફામ / તમારી આટલી મોટી બ્રાન્ડ છે તોય...', સુરતના La Pinoz Pizzaમાંથી વંદો નીકળતા ગ્રાહકે લીધો ઉધડો

Vishal Khamar

Last Updated: 05:24 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલા અમદાવાદમાં આવેલ લા પિનોઝ પિઝા રેસ્ટોરન્ટમાં પીઝામાંથી વંદો નીકળવાની ઘટનાં બાદ એએમસી દ્વારા તાત્કાલીક ધોરણે લા પિનોઝ પીઝા સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યું હતું. આજે સુરતમાં લા પિનોઝ પિઝા રેસ્ટોરન્ટમાં વંદો નીકળતા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

  • સુરતમાં લા પિનોઝ પીઝા રેસ્ટોરન્ટમાં પીઝા ખાતે પહેલા ચેતીજજો
  • કામરેજના લા પિનોઝ પિઝા શોપમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં
  • પિઝામાંથી વંદો નીકળતા ભોજનની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો

 સુરતનાં કામરેજ વિસ્તરામાં આવેલ લા પિનોઝ પિઝા રેસ્ટોરન્ટમાં પિઝા ખાતા પહેલા ચેતી જજો. કામરેજ વિસ્તારમાં આવેલ લા પિનોઝ પિઝા શોપમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પિઝામાંથી વંદો નીકળકા ભોજનની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠ્યા છે. રોષે ભરાયેલા ગ્રાહકે રેસ્ટોરન્ટનાં કર્મચારીઓનો ઉધડો લીધો હતો.  ત્યારે બ્રાન્ડેડનાં નામે પૈસા વસુલતા રેસ્ટોરન્ટમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ગ્રાહકે સોશિયલ મીડિયામાં આ બાબતનો વીડિયો વાયરલ કર્યો હતો. 

જોધપુરનાં પિઝા સેન્ટરમાંથી જીવાત નીકળતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

થોડા સમય અગાઉ અમદાવાદમાં જોધપુરનાં પિઝા સેન્ટરમાં પિઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો.  આ અગાઉ પર બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પિઝામાંથી જીવાત નીકળી હતી. તો ગત સપ્તાહે એલિસબ્રિજનાં લાપીનોઝનાં પિઝામાંથી જીવાત નીકળી હતી. પીઝામાંથી જીવાત નીકળતાં ગ્રાહક દ્વારા આ અંગે AMC નાં આરોગ્ય વિભાગને જાણ કરી હતી.  આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

બોક્સ ખોલતા નીકળ્યા જીવડા
થોડા સમય અગાઉ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ પાછળ આવેલા લા પિનોઝ પિઝામાં બપોરના સમયે કેટલાક યુવકો પિઝા ખાવા માટે ગયા હતા. જ્યાં તેઓ એર લાર્જ અને એક સ્મોલ પિઝા મંગાવ્યો હતો. પિઝા આવ્યા બાદ જ્યારે તેનું બોક્સ ખોલ્યું ત્યારે તરત એમાંથી જીવડા નીકળવા લાગ્યા હતા. જે બાદ આ યુવકોએ આનો વીડિયો ઉતાર્યો હતો, તો લા પિનોઝ પિઝા સેન્ટરના સંચાલકને જાણ કરી હતી, જેથી તેઓએ પોતાની ભૂલ સ્વીકારીને રિફંડ આપવાની વાત કરી હતી. 

યુવકોએ વીડિયો કર્યા વાયરલ
જે બાદ આ યુવકો દ્વારા આ પિઝા સેન્ટરના રસોડામાં જઈને તપાસ કરતા ત્યાંથી પણ અનેક જીવડા જોવા મળ્યા હતા. એટલું જ નહીં લોટમાં પણ જીવડા જોવા મળ્યા હતા. જે બાદ અન્ય લોકોને જાગૃત કરવાના હેતુથી યુવકોએ વીડિયો શેર કર્યો હતો.

પિઝા સેન્ટર કરાયું સીલ
આ અંગેની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ અને પોલીસની ટીમ દોડતી થઈ હતી. બંને ટીમો તાત્કાલિક આ પિઝા સેન્ટર ખાતે દોડી આવી હતી અને રસોડામાં તપાસ કરીને પિત્ઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ