બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / A big revelation regarding the suicide of a youth in Sola area of Ahmedabad

ચોંકાવનારો બનાવ / બદનામીના ડરથી અમદાવાદના યુવકે કર્યો આપઘાત, પોલીસે તપાસ કરી તો ન્યૂડ વીડિયો બ્લેકમેલિંગની આખી ગેંગ ઝડપાઇ

Malay

Last Updated: 04:15 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad suicide case: અમદાવાદના સોલા વિસ્તારમાં યુવકના આપઘાત કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

 

  • યુવકને અશ્લીલ વીડિયો બતાવીને બ્લેકમેલ કર્યો
  • 8 લાખ પડાવ્યા બાદ પણ માંગ ચાલુ રહી
  • પરિવારે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

અમદાવાદના સોલા વિસ્તારમાં યુવકના આપઘાતને લઈને મોટો ખુલાસો થયો છે. યુવકને અશ્લીલ વીડિયો બતાવીને બ્લેકમેલ કરી 8 લાખ પડાવી લેવામાં આવ્યા. જોકે, યુવકના આપઘાત બાદ પણ ફોન આવતા પરિવારને ન્યુડ વીડિયો ગેંગની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે રાજસ્થાનના ભરતપુરથી ગેંગના 2 આરોપીની ધરપકડ કરી છે. 

પરિવારે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 
પોલીસ કસ્ટડીમાં આવેલા આ બંન્ને આરોપીઓ ભરતપુરના મેવાત ગેંગના સભ્યો છે. બંન્ને આરોપીઓ અન્ય આરોપીઓ સાથે મળી દેશભરમાં અલગ-અલગ લોકોને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતા. આરોપી અંસાર મેવ અને ઈર્શાદ મેવે સોલામાં રહેતા યુવકને ફેક અશ્લીલ વીડિયો કોલ કરીને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું હતું. આરોપીઓ થોડા થોડા કરીને રૂ.8 લાખ પડાવી લીધા હતા અને ત્યાર બાદ વધુ રૂપિયાની માંગણી કરતા યુવકે ઘરે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. પરંતુ તેમ છતાં આ ગેંગનો ફોન ચાલુ રહ્યો. પરિવારે ફોન ચેક કરતા ગેંગના બ્લેકમેઇલિંગના ઓડિયો મળી આવ્યા. જેથી પરિવારે સોલા પોલીસ સ્ટેશનમાં આ ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

ત્રણ સ્ટેપમાં કૌભાંડ કરે છે આરોપીઓઃ DCP
અમદાવાદ ઝોન 1ના DCP ડૉ. લવિના સિન્હાએ જણાવ્યું કે, આરોપીઓ અલગ-અલગ 3 સ્ટેપમાં આ કૌભાંડને કરે છે, જેમાં પહેલા સોશિયલ મીડિયા દ્વારા ફેસબુકમાં રિકવેસ્ટ મોકલીને મિત્રતા કરી વોટ્સએપ નંબર મેળવી લે છે. ત્યારબાદ ન્યૂડ કોલ કરીને સામે વાળાનું રેકોર્ડ કરીને રાખીને રૂપિયાની માંગણી શરૂ કરે છે. બીજા સ્ટેપમાં આ ગેંગના અન્ય સહ આરોપી સીબીઆઈ અથવા પોલીસ અધિકારી બનીને ધમકી આપે છે અને છેલ્લે કોઈ પણ યુવતીના ફેક ફોટો મોકલીને યુવતીએ આપઘાત કર્યું છે, તમને જેલમાં જવાનો વારો આવશે તેમ કહીને ધમકી આપે છે અને રૂપિયા લેવાનું કામ કરે છે. ગેંગએ આ પ્રકારે માનસિક ત્રાસ આપતા ચાંદલોડિયાના યુવકે આપઘાત કરી લીધો હતો. આ ગેંગના કારણે માતા-પિતાએ ઘડપણનો સહારો અને બાળકોએ પોતાના પિતાનો પ્રેમ ગુમાવ્યો હતો.

ડો લવિના સિન્હા (DCP, ઝોન -1)

આવો કોઈ પણ કોલ આવે તો પોલીસની મદદ લેવી
નોંધનીય છે કે, આવા કિસ્સાઓ દેશમાં વધી રહ્યા છે જેથી આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે અને આવો કોઈ પણ કોલ આવે તો પોલીસની મદદ લેવી જોઈએ. હાલ પોલીસે આરોપીઓ પાસે કબ્જે કરી 6 મોબાઇલ એફએસએલ ખાતે મોકલી તપાસ શરૂ કરી છે અને આ લોકો આવી રીતે અન્ય કેટલા લોકો સાથે આવું કરી ચૂક્યા છે, તેની તપાસ પણ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ