બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A big decision for Bat Dwarka tickets are mandatory in the ferry boat

આદેશ / ઓવરલોડ પર એક્શન.! બેટ દ્વારકા જનારા લોકો માટે મોટો નિર્ણય, ફેરી બોટમાં ટિકિટ ફરજીયાત, જુઓ નવો ભાવ

Kishor

Last Updated: 07:32 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભૂમિ દ્વારકાથી બેટ સુધી ચાલતી ફેરી બોટમાં કેપીસીટી કરતા વધુ પેસેન્જરનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફેરી બોટમાં બેસતા પેસેન્જરે ફરજિયાત ટિકિટ આપવાનું નક્કી કર્યું છે.

  • દ્વારકા મીડીયાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું
  • ફેરી બોટમાં પ્રવાસીઓને ટિકિટ ફરજીયાત કરાઇ
  • ટિકિટ વિના બોટમાં બેસવા નહી દેવાય

દેવભૂમિ દ્વારકાથી બેટ સુધી ચાલતી ફેરી બોટ સેવા છાશવારે ચર્ચામાં આવતી હોય છે. મુસાફરો પાસેથી રુપિયા ઉઘરાવા ઉપરાંત નીતિનીયમને નેવે મૂકી પેસેન્જર ભરવા બાબતે અનેક વખત સવાલો ઉઠ્યા હતા, ત્યારે આ મામલે તંત્ર દ્વારા હવે આકરો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેનો એક વીડિયો અગાઉ વાયરલ થયો હતો, જેમાં પેસેન્જર પાસેથી વધુ પૈસા ઉપરાંત ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડાયા હતા. ત્યારે આ વાયરલ વીડિયો બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફેરી બોટમાં બેસતા પેસેન્જરે ફરજિયાત ટિકિટ આપવાનું નક્કી કર્યું છે.

બેટ દ્વારકાથી ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ આજથી બંધ | Bet Dwarka to okha  Running Fairy Boat today Closed

અગાઉ સીધા જ બોટ કર્મચારી પૈસા ઉઘરાવી લેતો

છેલ્લા કેટલાક સમયથી દેવભૂમિ દ્વારકા નજીક આવેલા બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા આવતા ભક્તો પાસેથી મનઘડત લીધે પૈસા પડાવી લેવામાં આવતાં હતા. ઓખાથી બેટ દ્વારકા જતી વખતે ફેરી બોટમાં બેસીને પહોંચવાનું હોય છે. અહીં બોટ ધારકોને લાયસન્સ આપી પેસેન્જર ભરવા માટે મંજુરી આપવામાં આવી છે, જો કે કેટલાક લેભાગુ તત્વો દ્વારા બોટમાં ક્ષમતા કરતાં પધુ પેસેન્જર ભરતાં હતા.  આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફેરી બોટમાં બેસતા પેસેન્જરે ફરજિયાત ટિકિટ આપવાનું નક્કી કર્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે થોડા સમય પહેલા જ ફેરી બોટમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર અને વધુ નાણા ખંખેરી લેવામાં આવતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જે બાદ હવે ફેરી બોટમાં પ્રવાસીઓને ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે. ટિકિવ વગર પેસેન્જરને બોટમાં બેસાડવામાં આવશે નહીં. અને કેપેસિટી જેટલા જ મુસાફરો બેસાડવા પડશે. આ સિવાય પુખ્તવયના લોકો માટે 20 અને બાળકોના 10 રૂપિયા ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો છે. તેનાથી વધુ નાણા ઉઘરાવી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે અગાઉ સીધા જ પેસેન્જર બોટમાં બેસાડવામાં આવતા કર્મચારીઓ રૂપિયા લેતા હતા. જે હવે બંધ કરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ