બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / A 54-foot tall statue of Hanuman is ready in Salangpur, it will be launched on this day.

ધાર્મિક કાર્યક્રમ / બજરંગબલી કિ જે...સાળંગપુરમા હનુમાનજીની 54 ફૃટ ઊંચી મૂર્તિ તૈયાર,આ દિવસે થશે લોકાર્પણ આટલો થયો ખર્ચ,અમિત શાહ આવે તેવી શક્યતા

Kishor

Last Updated: 09:30 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર ધામમા 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજી મહારાજની મૂર્તિ અને હાઈટેક ભોજનાલયનુ નિર્માણ કરાયું છે. જેનું ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

  • સાળંગપુર ધામના આંગણે આગામી તા. 6 એપ્રિલના રોજ જાજરમાન ધાર્મિક કાર્યક્રમ
  • ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
  • આયોજનના ભાગરૂપે તડામાર તૈયારીઓ

કરોડો લોકોની આસ્થાના અખુટ સાગર સમાન વિશ્વ વિખ્યાત સાળંગપુર ધામના આંગણે આગામી તા. 6 એપ્રિલના રોજ જાજરમાન ધાર્મિક કાર્યક્રમ ઉજવાય રહ્યો છે. આ દરમિયાન પંચધાતુ માંથી બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજી મહારાજની મૂર્તિ અને અંદાજે 55 કરોડ રૂપિયાના ખર્ચે નિર્ણણ પામેલ હાઈટેક ભોજનાલયનું ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે હરિભક્તો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

મૂર્તિને હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવી

નોંધનીય છે કે  સાળંગપુર ખાતે બનાવવામાં આવેલું હાઈટેક ભોજનાલય ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય છે. તેમાં એક સાથે 4000 લોકો બેસીને ડાઇનિંગ ટેબલ પર આસાનીથી જમી શકે તેવી જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ 54 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિને ખાસ હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવી છે. હાલ આ મૂર્તિનું ફિનિશિંગ કામ પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળી રહ્યું છે.


પાંચ અને છ એપ્રિલના રોજ સાળંગપુર ખાતે આ ભવ્ય ઉત્સવ

આગામી તા. પાંચ અને છ એપ્રિલના રોજ સાળંગપુર ખાતે આ ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રીય હરી પ્રકાશદાસજી સ્વામીએ આ અંગે જણાવ્યું છે કે હનુમાન જયંતીના દિવસે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું અને 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવશે. જેના આયોજનને લઈ ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. તેઓના હસ્તે લોકાર્પણ કરાશે. આ અવસરે અનેક ભક્તો ઉપસ્થિત રહશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ