બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / A 20-bed ward for heat stroke patients is operational at LG Hospital in Ahmedabad

જાણવું જરૂરી / ઉનાળામાં ગરમીના નવા નવા રેકોર્ડ સર્જાશે, વૃદ્ધોને કામ વગર બહાર ન નીકળવા સૂચના, AMCએ તૈયાર કર્યો હીટ એક્શન પ્લાન

Dinesh

Last Updated: 05:43 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હીટ એક્શન પ્લાનઃ અમદાવાદ શહેરમાં 550થી વધુ પાણીની પરબ, 92 અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ORS સેન્ટર શરૂ કરાયાં

  • LG હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દી માટે 20 બેડનો વોર્ડ કાર્યરત
  • 92 અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓઆરએસ કોર્નર તૈયાર
  • તા.18થી 20 એપ્રિલ સુધીના સમયગાળામાં આકરી ગરમી પડવાની આગાહી

આ ઉનાળામાં ગરમીના નવા નવા રેકોર્ડ સર્જાશે, તેમાં પણ ગઈ કાલે શહેરમાં ૪૧.૯ ડિગ્રી ગરમી પડતાં લોકો તોબા પોકારી ઊઠ્યા હતા. બપોરે તો અમદાવાદ રીતસરનું અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હતું, જોકે કાળઝાળ ગરમી સામે લોકોને રક્ષણ આપવા મ્યુનિ. કોર્પોરેશન આગળ આવ્યું છે. તંત્રના હીટ એક્શન પ્લાન હેઠળ મ્યુનિ. સંચાલિત એલજી હોસ્પિટલમાં 20 બેડનો વોર્ડ ફક્ત હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે તૈયાર કરાયો છે.

550થી વધુ પાણીની પરબ કાર્યરત કરાઈ
મ્યુનિસિપલ તંત્રના હીટ એક્શન પ્લાનના નોડલ ઓફિસર અને દક્ષિણ ઝોનના હેલ્થ વિભાગના વડા ડો. તેજસ શાહ આ અંગે વધુ માહિતી આપતાં જણાવે છે કે એલજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સૌથી વધુ 20 બેડનો વોર્ડ તૈયાર કરાયો હોઈ અન્ય મ્યુનિ. હોસ્પિટલો જેવી કે એસવીપી હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલમાં પણ દસ કે તેથી વધુ બેડની વ્યવસ્થા રખાઈ છે. શહેરભરમાં વિવિધ એનજીઓના સહયોગથી 550થી વધુ પાણીની પરબ કાર્યરત કરાઈ છે. 92 અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓઆરએસ કોર્નર તૈયાર કરાયા છે. 2100 આંગણવાડીમાં પણ ઓઆરએસની વ્યવસ્થા ઊભી કરાઈ છે તેમ જણાવતાં હીટ એક્શન પ્લાનના નોડલ ઓફિસર ડો. તેજસ શાહ વધુમાં ઉમેરે છે, 190 બીઆરટીએસ બસસ્ટેન્ડ અને 31 એએમટીએસના ડેપો તેમજ ટર્મિનસ ખાતે પેસેન્જર્સને પીવાનું પાણી મળી રહે તેની તકેદારી રખાઈ છે.

ઉનાળો આકરો હશે.! 122 વર્ષ બાદ સૌથી વધુ ગરમી ફેબ્રુઆરીમાં પડી, હવામાન  વિભાગની આગાહી ત્રાહિમામ પોકારી એવી | Summer will be hot! Hottest February  in 122 years, defies Met ...

કાળઝાળ ગરમી
શહેરમાં આવેલા 283 મ્યુનિ. હસ્તકના બગીચાઓ સવારના છ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા મુકાયા હોઈ તેમને બપોરની કાળઝાળ ગરમીમાં હૂંફ મળી શકશે. આ વખતે હીટ એક્શન પ્લાન હેઠળ તંત્ર દ્વારા અગત્યના ચાર રસ્તે ગ્રીન નેટની વ્યવસ્થા કરાશે નહીં, કેમ કે ગ્રીન નેટથી સીસીટીવી કેમેરાના વિઝનને તકલીફ પડે છે તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના ૨૫૨ વ્યસ્ત ટ્રાફિક સિગ્નલોનો સમય ઘટાડી દેવાથી પણ વાહનચાલકોને રાહત મળી રહી છે. અગાઉની જેમ સ્લમ વિસ્તારમાં મકાનોની છત પર ચૂનો પણ નહીં લગાડાવાય, તેના બદલે તંત્ર દ્વારા ઘરની અંદર ઠંડક મેળવવાના ચૂના સહિતના વિવિધ ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરાશે. દરમિયાન, અમદાવાદમાં આજે 25.2 ડિગ્રી જેટલું ઊંચું લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી વધુ હતું. આજે ગરમીનો પારો આ સિઝનમાં નવો રેકોર્ડ કરીને 42 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. સ્થાનિક હવામાન વિભાગે પણ તા.18થી 20 એપ્રિલ સુધીના સમયગાળામાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે, જોકે ત્યાર બાદ ગરમીમાં આંશિક ઘટાડો થશે.

રાજ્યમાં આગામી દિવસોમા ગરમી વધવાની શક્યતા | VTV Gujarati

ડિહાઇડ્રેશનથી બચવા રોજ ચાર લિટર પાણી પીઓ 
વધતી ગરમીના કારણે લોકો ફીવર, ડાયરિયા જેવી બીમારીમાં સપડાઈ રહ્યા છે. 108ના ઇમર્જન્સી કોલમાં પણ વધારો થયો છે. તંત્ર દ્વારા ગરમીથી બચવા વૃદ્ધોને કામ વગર બહાર ન નીકળવા સૂચના અપાઈ છે. બીજી તરફ ડોક્ટર્સ ડિડ્રાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકથી બચવા રોજ ચાર લિટર પાણી પીવાની સલાહ આપી રહ્યા છે.

હજુ હીટ સ્ટ્રોકનો કોઈ દર્દી નોંધાયો નથી
શહેરમાં હજુ હીટ સ્ટ્રોકનો કોઈ દર્દી નોંધાયો નથી. ગત એપ્રિલ-2022માં પણ હીટ સ્ટ્રોકના દર્દીને સારવાર આપવાની નોબત આવી નહોતી, જોકે 41થી 43 ડિગ્રી વચ્ચે ગરમી રહેતી હોઈ યલો એલર્ટ જાહેર કરાય છે, જે પણ જોખમી છે તેમ ડો. શાહ જણાવે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ