બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / 84,659 vacancies in armed forces, govt to fill it by Dec 2023: MoS Rai to LS

રોજગારી / આગામી દોઢ વર્ષમાં થશે યુવાનોની મોટાપાયે ભરતી ! સશસ્ત્ર દળોની 84,659 જગ્યાઓ ભરવાની સરકારની જાહેરાત

Hiralal

Last Updated: 04:33 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એવું કહ્યું કે સરકાર 2023 સુધીમાં સશસ્ત્ર દળોમાં ખાલી 84,659 જગ્યાઓ ભરી દેશે.

  • કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભાને જણાવ્યું 
  • સરકાર 2023 સુધીમાં સશસ્ત્ર દળોમાં ખાલી 84,659 જગ્યાઓ ભરશે
  • સરકારની જાહેરાત બાદ સશસ્ત્ર દળોમાં યુવાનોની થશે મોટાપાયે ભરતી 

આગામી એક-દોઠ વર્ષમાં સરકારી નોકરીઓની પટારો ખુલવા જઈ રહ્યો છે અને આર્મીમાં જોડાઈને દેશસેવા કરવા માગતા યુવાનો માટે ખુશખબર છે. હવે ખુદ સરકારે સશસ્ત્ર દળોમાં જે ખાલી જગ્યાઓ છે તે ભરવાને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. 

2023 સુધીમાં સશસ્ત્ર દળોની 84,659 જગ્યાઓ ભરાશે 
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એવું જણાવ્યું કે 2023 સુધીમાં સરકાર સશસ્ત્ર દળોમાં ખાલી 84,659 જગ્યાઓ ભરી દેશે. ઉલ્લેખનીય છે કે સશસ્ત્ર દળોમાં સાત કેન્દ્રીય દળો સામેલ છે જેમાં હાલમાં 84,659 જગ્યાઓ ખાલી છે જે ભરવાની હવે સરકારે વાત કરી છે. 

જગ્યાઓ ભરવાની ડેડલાઈન ડિસેમ્બર 2023

સરકારે સશસ્ત્ર દળોની જગ્યાઓ ભરવાની ડેડલાઈન ડિસેમ્બર 2023 નક્કી કરી છે. આ સમય સુધીમાં ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મંત્રી નિત્યાનંદ રાય રાજ્યસભામાં પણ સશસ્ત્ર દળોની ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી ચૂક્યા છે. 

કેન્દ્રીય સશસ્ત્ર દળોમાં વિવિધ પદો પર ભરતી
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભાના ત્રણ સભ્યોના સવાલનો લેખિત જવાબ આપ્યો હતો. કેન્દ્ર સરકારે કહ્યું કે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)માં સૌથી વધુ 27,510 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)માં 23,435 જગ્યાઓ ખાલી છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)માં 11,765, સશસ્ત્ર સીમા દળ (એસએસબી)માં 11,143, આસામ રાઇફલ્સમાં 6,044 અને ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)માં 4,762 જગ્યાઓ ખાલી છે.

2023 સુધીમાં જગ્યાઓ ભરવા માટેના નિર્દેશ અપાયા- મંત્રી 
‎રાયે જણાવ્યું હતું કે, જનરલ ડ્યુટી પોસ્ટ્સ પર ભરતીના સંકલન માટે ‎‎કોન્સ્ટેબલ‎‎ (જનરલ ડ્યુટી), સબ-ઇન્સ્પેક્ટર (જીડી) અથવા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (એક્ઝિક્યુટિવ) અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (જનરલ ડ્યુટી)ના હોદ્દા પર ભરતી માટે એક-એક નોડલ ફોર્સની લાંબા ગાળાના ધોરણે નિમણૂક કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તમામ ‎‎કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો‎‎ અને ‎‎આસામ રાઇફલ્સને‎‎ નોન-જનરલી ડ્યુટી કેડરમાં ખાલી પડેલી જગ્યાઓ સામે સમયમર્યાદામાં ભરતી હાથ ધરવા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.‎

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ