બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / 83-year-old former Scottish domestic cricketer Alex Steele was seen playing cricket with an oxygen cylinder strapped to his back.

VIDEO/ / ઐસી દિવાનગી..ક્રિકેટના મેદાનમાં જોવા મળી અનોખી ઘટના, સિલિન્ડર બાંધીને રમવા ઉતર્યો ક્રિકેટર

Pravin Joshi

Last Updated: 11:30 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના મેદાન પર એક અનોખી ઘટના જોવા મળી છે. તેનો વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. 83 વર્ષીય ભૂતપૂર્વ સ્કોટિશ ડોમેસ્ટિક ક્રિકેટર એલેક્સ સ્ટીલ પીઠ પર ઓક્સિજન સિલિન્ડર બાંધીને ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.

  • ક્રિકેટના મેદાન પર એક અનોખી ઘટના જોવા મળી 
  • ક્રિકેટર એલેક્સ સ્ટીલનો વીડિયો થયો વાયરલ
  • પીઠ પર ઓક્સિજન સિલિન્ડર બાંધીને રમ્યો ક્રિકેટ 

જો રમતગમતનો શોખ હોય તો ઉંમર કે કોઈ પણ પ્રકારની બીમારી પણ અડચણ બનતી નથી. કોઈપણ રમત રમવા માટે ઉંમર અવરોધ નથી બનતી. વ્યક્તિ 80, 90 કે 100 વર્ષની ઉંમરે પણ કોઈપણ મેદાનની રમત રમી શકે છે. આવું જ કંઈક 83 વર્ષના ભૂતપૂર્વ સ્કોટિશ ડોમેસ્ટિક ક્રિકેટર એલેક્સ સ્ટીલે બતાવ્યું છે. ભૂતપૂર્વ સ્કોટિશ ક્રિકેટર એલેક્સ સ્ટીલે તાજેતરમાં એક સ્થાનિક ક્લબ મેચ રમી હતી. આ દરમિયાન તેની પીઠ પર ઓક્સિજન સિલિન્ડર બાંધેલો જોવા મળ્યો હતો. આ મેચમાં એલેક્સે વિકેટકીપિંગ કર્યું હતું. ઓક્સિજન સિલિન્ડર સાથે વિકેટકીપિંગ કરતી વખતે એલેક્સનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

એલેક્સ ગંભીર બીમારી સામે લડી રહ્યો છે

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સે એલેક્સની સ્પિરિટની પ્રશંસા કરી હતી. એલેક્સ 2020 માં જ ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ (શ્વસન સંબંધી રોગ) સામે લડી રહ્યો છે. ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે એલેક્સ હવે વધુમાં વધુ એક વર્ષ જીવી શકશે. પરંતુ એલેક્સ તેના જુસ્સાને કારણે અત્યાર સુધી જીવી રહ્યો છે અને ક્રિકેટ પણ શાનદાર રીતે રમી રહ્યો છે. એલેક્સ જે રોગ સામે ઝઝૂમી રહ્યો છે તેના કારણે શરીરમાં ઓક્સિજનની અચાનક ઉણપ થઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેના કારણે મોટાભાગના લોકો આ બીમારીમાં જીવ ગુમાવે છે. આ જ કારણ છે કે એલેક્સ ઓક્સિજન સિલિન્ડર સાથે ક્રિકેટના મેદાનમાં ઉતર્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cricketgraph (@cricketgraph)

એલેક્સ રોગ વિશે વધુ વિચારતો નથી

એલેક્સે એક ઈન્ટરવ્યુમાં પોતાની બીમારી વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તે આ વિશે વધારે વિચારતો નથી. એલેક્સે કહ્યું કે કોઈપણ રોગ માટે મહત્વની બાબત એ છે કે તમે તેના વિશે કેવું વિચારો છો અથવા તમારું વલણ શું છે. તમે તે રોગને કેવી રીતે લો છો, તે મહત્વનું છે.

જણાવી દઈએ કે એલેક્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર 1967માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે લેંકશાયર વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની 14 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 24.84ની એવરેજથી 621 રન બનાવ્યા અને આ દરમિયાન તેણે બે અર્ધસદી પણ ફટકારી. એલેક્સ 1960 ના દાયકાના અંત સુધી પ્રથમ વર્ગ ક્રિકેટમાં સ્કોટિશ ટીમનો નિયમિત ખેલાડી હતો. 1969માં તેણે 6 મેચ રમી હતી.

એલેક્સના જુસ્સાના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે

1968માં આયર્લેન્ડ સામે રમાયેલી તમામ મેચોમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 97 રન હતો. ઉપરાંત વિકેટકીપર તરીકે એલેક્સ સ્ટીલે 11 કેચ ઝડપ્યા હતા, જ્યારે બે સ્ટમ્પિંગ કર્યા હતા. પરંતુ હવે 83 વર્ષની ઉંમરે પણ તે ક્રિકેટના મેદાન પર ઉતર્યો અને ઓક્સિજન સિલિન્ડરથી વિકેટકીપિંગ કર્યું. આ માટે તેની ઘણી પ્રશંસા થઈ રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ