બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:53 PM, 8 March 2022
ADVERTISEMENT
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખબર છે. 18 મહિનાથી અટકેલા પૈસાની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે મોટી ખુશખબરી છે. ડીએ એરિયરને લઈને સરકારે પહેલા જ કહ્યું હતું કે હાલ તેના પર કોઈ વિચાર નથી કરવામાં આવી રહ્યો. પરંતુ હવે એવી ચર્ચા થઈ રહી છે કે કેન્દ્રીય કર્મચારીઓને હોળી પહેલા બાકી ડીએ એરિયર મળી શકે છે. તમને જણાવી દઈએ કે તેના હેઠળ કર્મચારીને હોળી પહેલા બાકી ડીએ એરિયલ મળી શકે છે. તમને જણાવી દઈએ કે તેના હેઠળ કર્મચારીઓને 2.18 લાખ સુધી ફાયદો થવાનો છે.
ADVERTISEMENT
18 મહિનાથી અટકેલા ડીએ એરિયર પર આવી શકે છે નિર્ણય
હકીકતે 18 મહિનાના ડીએ એરિયરને હાલ એજન્ડામાં શામેલ જ નથી કરવામાં આવ્યા. પરંતુ આશા દર્શાવવામાં આવી રહી છે કે આ કેબિનેટની બેઠકમાં તેના પર નિર્ણય આવી શકે છે. સરકારે જાન્યુઆરી 2020થી લઈને જૂન 2021 સુધી એરિયરની ચુકવણીના નિર્ણયને રોકી દીધા છે. સરકારની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. પરંતુ બીજી બાજુ હોળીના અવસર પર સરકાર ડીએમાં વધારો કરી કર્મચારીઓને મોટી ખુશખબર આપી શકે છે.
નાણામંત્રીએ કહી આ વાત
મહત્વનું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે અમુક દિવસો પહેલા નિવેદન જાહેર કરીને જાણકારી આપી હતી કે કોરોના મહામારીના કારણે આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને રોકી દેવામાં આવ્યા હતા. જેનાથી સરકાર આ પૈસાથી ગરીબો અને જરૂરીયાતમંદોની મદદમાં ઉપયોગમાં લઈ શકે. મહામારી વખતે સરકારી મંત્રીઓ. સાંસદોની સેલેરીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો.
તેની સાથે જ કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં કોઈ પ્રકારનો કોઈ ઘટાડો ન હતો કરવામાં આવ્યો અને ન ડીએમાં કપાત કરવામાં આવી. આખુ વર્ષ અને ડીએ અને તેમની સેલેરીની ચુકવણી કરવામાં આવી.
2 લાખથી વધારે મળશે એરિયર
નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમના શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યા અનુસાક, લેવલ-1ના કર્મચારીઓનો DA એરિયર 11,880 રૂપિયાથી લઈને 37,554 રૂપિયાની વચ્ચ જણાવવામાં આવ્યો છે. ત્યાં જ લેવલ 13 અથવા લેવલ 14 માટે કેલક્યુલેશનની જાણકારી તો એક કર્મચારીઓના હાથમાં DA એરિયરના 1,44,200 રૂપિયાથી 2,18,200 રૂપિયાની ચુકવણી માટે કરવામાં આવશે.
હકીકતે લેવલ 1ના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 11,880 રૂપિયાથી લઈને 37,554 રૂપિયાની વચ્ચે બને છે. ત્યાં જ લેવલ 13ના કર્મચારીઓનો બેસિક પે 1,23,100 રૂપિયાથી લઈને 2,15,900 રૂપિયાની વચ્ચે બને છે. ત્યાં જ લેવલ 14ના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ બાકી રાશિના રૂપમાં 1,44,200 રૂપિયાથી 2,18,200 રૂપિયા તેમના ખાતામાં ક્રેડિટ કરવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.