બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ભારત / 74 cocaine capsules worth Rs 11 crore swallowed for smuggling

ક્રાઇમ / 11 કરોડનું કોકેઇન છુપાવવા દાણચોરે અપનાવ્યો એવો જુગાડ કે પોલીસના પણ હોશ ઉડી ગયા, DRIએ આરોપીને દબોચ્યો

Priyakant

Last Updated: 12:20 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Crime Latest News : ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ એક વ્યક્તિની ધરપકડ કરી કે જેના પેટમાંથી 11 કરોડ રૂપિયાનું કોકેઇન મળી આવ્યું, જાણો પછી શું થયું ?

Mumbai Crime : વિદેશથી સોનાની દાણચોરીનો ઘટનાઓ તો તમે સાંભળી હશે પણ મુંબઈથી તાજેતરમાં કોકેનની દાણચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ એક વ્યક્તિની ધરપકડ કરી છે જેના પેટમાંથી 11 કરોડ રૂપિયાનું કોકેઇન મળી આવ્યું છે. પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોનનો રહેવાસી આરોપી 74 કેપ્સ્યુલ (1108 ગ્રામ) કોકેઇનને પેટમાં છુપાવીને તેની દાણચોરીમાં વ્યસ્ત હતો. આ કોકેઈનની કિંમત 11 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

વાત જાણે એમ છે કે, ચોક્કસ બાતમીના આધારે DRI મુંબઈના અધિકારીઓએ 28 માર્ચે મુંબઈના CSMI એરપોર્ટ પર ડ્રગ્સ વહન કરવાની શંકાના આધારે સિએરા લિયોનના એક નાગરિકને અટકાવ્યો હતો. પકડાઈ જવાના ડરથી દાણચોર કોકેઇનની 74 કેપ્સ્યુલ ગળી ગયો હતો. મુસાફરની પૂછપરછ કરતાં ડ્રગ્સ ધરાવતી કેપ્સ્યુલ ગળી હોવાનું અને ભારતમાં દાણચોરી કરવા માટે તેના શરીરમાં લઈ જવાની કબૂલાત કરી હતી.

વધુ વાંચો: અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, EDએ રિમાન્ડનો ઇનકાર કરતા લેવાયો નિર્ણય

11 કરોડની છે આ કેપ્સ્યુલ
આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટના આદેશ મુજબ તેને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં ઓપરેશન દ્વારા પેટમાંથી 74 કેપ્સ્યુલ કાઢવામાં આવી હતી. આ મુસાફરના શરીરમાંથી 1108 ગ્રામ કોકેઇન ધરાવતી કુલ 74 કેપ્સ્યુલ મળી આવી હતી. જેની કિંમત લગભગ 11 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 30 માર્ચના રોજ આ કોકેઇન NDPS એક્ટ, 1985 હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું અને આ મુસાફરની NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે વધુ તપાસ ચાલુ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ