બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / 72 percent of women in Kerala said wife has right to say no to sex know what men said

હેલ્થ મિનિસ્ટ્રી સર્વે / પતિને સેક્સની ના પાડવાનો પત્નીઓને હક, હેલ્થ સર્વેમાં 72 ટકા મહિલાઓએ સ્વીકાર્યું, પુરુષોએ જે કહ્યું તે જાણવા જેવું

Hiralal

Last Updated: 10:10 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળમાં 75 ટકા પુરુષ અને 72 ટકા મહિલાઓ એવું માને છે કે સેક્સને ના કહેવાનો હક પત્નીઓને છે.

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા હાથ ધરાયો સર્વે
  • કેરળમાં 75 ટકા પુરુષ અને 72 ટકા મહિલાઓનો મત
  • સેક્સને ના કહેવાનો પત્નીઓને હક 

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરાવવામાં આવેલા એક સર્વેમાં ઘણા રસપ્રદ તથ્યો સામે આવ્યાં છે. પુરુષોએ એવું જણાવ્યું કે પત્ની જ્યારે થાકેલી હોય, અથવા તો તેની ઈચ્છા ન હોય અથવા તો તેનો પતિ વિશ્વાસઘાતી હોય કે કોઈ ચેપી રોગથી પીડિત હોય તેવા કિસ્સામાં પત્નીઓ પતિઓને સેક્સની ના પાડી શકે છે તેમાં કંઈ ખોટું નથી. 

શુ કહ્યું પુરુષોએ

પુરુષોએ કહ્યું કે પત્ની જ્યારે થાકેલી હોય, અથવા તો તેની ઈચ્છા ન હોય અથવા તો તેનો પતિ વિશ્વાસઘાતી હોય તેવા કિસ્સામાં પત્નીઓ પતિની સેક્સની ના પાડી શકે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના રિપોર્ટ 2019-20ના જેન્ડર રોલ એટિટ્યુડમાં કહેવાયું કે કેરળમાં 31 ટકા પુરુષ એવુ માને છે કે જો પત્ની તેમને સેક્સ કરવાનો ઈન્કાર કરી દે તો તેમને બીજી  મહિલાઓ સાથે સંબંધ બનાવવાનો અધિકાર છે. 31 ટકા પુરુષોએ એવો સ્વીકાર કર્યો કે તેમને પત્ની પર ગુસ્સો કરવાનો, આર્થિક મદદથી વંચિત કરવાનો તથા ના પાડવા પર જબરજસ્તીથી સેક્સ કરવાનો અધિકાર છે. 

દેશવ્યાપી સર્વેમાં આવ્યાં ચોંકાવનારા તારણ 
રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ એ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા એક દેશવ્યાપી સર્વેક્ષણ છે, જેમાં નોડલ એજન્સી તરીકે કાર્યરત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન સાયન્સિસ કાર્યરત છે. એનએફએચએસ ના અહેવાલમાં ડેટા વિશ્લેષણ એ પણ બતાવે છે કે કેરળમાં મહિલાઓનું એવું માનવું છે કે પત્નીઓ દ્વારા પતિને સેક્સની ના પાડવામાં આવ્યાં બાદ તેમની પીટાઈ યોગ્ય છે.  

8.1 ટકા અપરિણીત મહિલાઓએ સ્વીકાર્યું, સેક્સની ના પાડવા પર પીટાઈ યોગ્ય 

ચોંકાવનારી વાત એ છે કે, 8.1 ટકા અપરિણીત મહિલાઓએ પણ સ્વીકાર્યું હતું કે સેક્સની ના પાડવા પર પતિની પીટાઈ યોગ્ય છે.  કેરળના ૧૩.૪ ટકા પુરુષો માને છે કે જ્યારે તેમની પત્ની 'ના' કહે છે ત્યારે તેઓ બીજી સ્ત્રી સાથે સેક્સ કરી શકે છે. ત્યાં જ ૨૪.૬ ટકા પુરુષો માને છે કે તેઓ ગુસ્સે થઈ શકે છે અને તેને ઠપકો આપી શકે છે. કેરળમાં 9.2 ટકા પુરુષો આવા સંજોગોમાં બળજબરીથી સેક્સ કરવાને યોગ્ય માને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ