બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 68 people drowned in the river in Machhu due to the collapse of the suspension bridge in Morbi

બેદરકારી કોની? / મોરબીમાં મોતનું તાંડવ: ઝુલતો પુલ તૂટતાં મચ્છુમાં હોમાઈ 91 જિંદગી, રાતભર ચાલુ રહેશે રાહત-બચાવ કામ

Vishnu

Last Updated: 11:35 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા દુર્ઘટના બાદ હોસ્પિટલના હૃદય કંપાવી દેતા દ્રશ્યો, મૃતદેહોની હોસ્પિટલમાં કતારો લાગી

  • મોરબીમાં ઝુલતો પુલ તૂટતાં 91 લોકોના મોત
  • રાતભર ચાલુ રહેશે રાહત-બચાવ કામ
  • 5 સદસ્યોની કમિટીનું ગઠન કરી તપાસના અપાયા આદેશ

મોરબીમાં પૂલ તૂટવાની દુર્ઘટના બની છે. જેથી પૂલ પરના આશરે 400થી 500 જણા પાણીમાં ખાબક્યા હતા. આ હોનારતમાં અત્યાર સુધી 91 લોકોના મોતની પૃષ્ટી થઈ છે. આ મોતના આંકડાની સંખ્યા વધી શકે છે.  આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. દુર્ઘટનાને પગલે તુરંત રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ હતી. મંત્રીઓ પણ આ હોનારતને પગલે મોરબી દોડી આવ્યા હતા.રાજ્ય સરકારે મૃતકો માટે 4-4 લાખના સહાયની પણ જાહેરાત કરી દીધી છે. તો ઈજાગ્રસ્તો માટે 50 હજારના સહાયની જાહેરાત કરાઈ છે. આપને જણાવી દઈએ કે આ પાંચ દિવસ પહેલા જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જ્યારે આ ઝુલતો પૂલ તૂટ્યો ત્યારે તેની પર એક સાથે 500 લોકો પસાર થઈ રહ્યા હતા. દુર્ઘટનાને પગલે PM મોદી ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ છે.  

ઉલ્લેખનીય છે કે, મોરબી પાલિકાએ દૂર્ઘટનાને લઈ આ પૂલનો વહિવટ કરતી સંસ્થા ઓરેવા ટ્રસ્ટ પર દોષનો ટોપલો નાખ્યો છે. પાલિકાના ચીફ ઓફિસરે ઓરેવા ટ્ર્સ્ટ પર આરોપ લગાવતા કહ્યુ કે, અમારા દ્વાર પરમિશન નહોતી અપાઈ હતી છતા આ સંસ્થાએ ઝૂલતા પૂલને ખુલ્લો મુકી દીધો હતો.

- મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 91 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ 

  • - CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી જવા રવાના 
  • - PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી પરિસ્થિતિની કરી સમીક્ષા 
  • - ગૃહમંત્રી અમિત શાહે પણ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી 
  • - તાબડતોબ રેસ્ક્યૂ માટે તંત્રને અપાયા આદેશ, NDRF-SDRFની ટીમો ઘટનાસ્થળે 
  • - મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત 
  • - તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
  • - મુખ્યમંત્રીએ તાત્કાલિક 5 સદસ્યોની કમિટીનું ગઠન કરી તપાસના આપ્યા આદેશ

તંત્રએ દુર્ઘટનામાં  ફસાયા હોય કે ગુમ  થયા હોય તેમના પરિવારજનોને કરી અપીલ
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ   થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી:  હર્ષ સંઘવી
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર તંત્ર તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીમાં લાગી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ કરીને અમદાવાદથી મોરબી જવા રવાના થઈ ગયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.મંત્રીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા તંત્ર દ્વારા બચાવની કામગીરી ઝડપથી ચાલી રહી છે. રાજ્યના તમામ વિભાગો સહયોગ કરી રહ્યા છે. આ ઘટનાના 15 મિનિટમાં જ જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું હતું અને મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ   પણ પહોંચાડવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં પહોંચેલા દર્દીઓમાંથી મોટાભાગના સ્વસ્થ સ્થિતિમાં છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. પીએમ કાર્યાલય તરફથી પણ તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ તેહનાત કરી દેવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ