બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 63rd foundation day of Gujarat is being celebrated today

Gujarat Day / આ રીતે છૂટું પડ્યું ગુજરાત: રમખાણોના કારણે લગાવવો પડ્યો હતો કર્ફ્યૂ, ચાર વર્ષે સફળ થયું હતું આંદોલન

Malay

Last Updated: 10:55 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Foundation Day 2023: 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. આજે ગુજરાતના 63મા સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે કેવી રીતે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં.

  • બૃહદમુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર થયાં હતાં અલગ 
  • 'મહાગુજરાત આંદોલન'એ ભજવી હતી મહત્વની ભૂમિકા   
  • જાણો બૃહદમુંબઈમાંથી કઈ રીતે અલગ થયું હતું ગુજરાત

આજે એટલે કે 1 મે 2023ના રોજ ગુજરાતના 63માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ-અલગ રાજ્યો જાહેર કર્યા હતા. 1 મે 1960ના રોજ બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં હતા. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હોવાથી આ દિવસને ગુજરાત દિન, ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે.  ત્યારે આજના આ લેખમાં અમે આપને જણાવીશું કે કેવી રીતે બૃહદમુંબઈમાંથી ગુજરાત અલગ પડ્યું... 

વાત છે 1956ની...આ સમયે આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ હતી. એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં. જોકે, ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટે 'મહાગુજરાત આંદોલનની' મહત્વની ભૂમિકા રહી છે. આઝાદી પછી 'મહાગુજરાત આંદોલન' એ ગુજરાતીઓનું સૌથી મોટું આંદોલન હતું. જેમાં સરઘસો, હડતાળો, વિરોધ પ્રદર્શનો, ગોળીબાર થયા હતા 

ઈન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ કરાયું હતું 'મહાગુજરાત આંદોલન'
ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ હકીકતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ 'મહાગુજરાત આંદોલન'માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક. તેમણે વર્ષ 1956માં અગલ ગુજરાતની ચળવળને વેગ આપ્યો હતો. દેશ આખામાંથી ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ થઈ રહી હતી. જોકે, મુંબઈ રાજ્યનું વિભાજન કરાયું નહોતું. તેની પાછળ ગુજરાત અને મુંબઈના આર્થિક હિત છુપાયેલું હતું. તે સમયે ઘણા રાષ્ટ્રીય નેતાઓ મુંબઈના બે ભાગલા પડે તેવું ઈચ્છતા હતા. જોકે, તે માટે પ્રજા તૈયાર નહોતી અને પછી મહાગુજરાતની ચળવળ શરુ થઈ. 

06 ઓગસ્ટે દ્વિભાષી મુંબઈ રાજ્યની કરાઈ હતી ઘોષણા 
6 ઓગસ્ટ, 1956ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઇ, ત્યારે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતા ગુજરાતીઓને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓનું એક મોટું જૂથ 7 ઓગસ્ટના રોજ કોંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળવા પહોંચ્યું હતું. વિદ્યાર્થીઓએ અલગ રાજ્યની માંગ કરી હતી. જોકે, તેમને સંતોષકારક જવાબ ન મળતા હડતાળનું એલાન કરાયું હતું. 

8 ઓગસ્ટે કોંગ્રેસ હાઉસ ખાતે થયો હતો અંધાધૂંધ ગોળીબાર
8મી ઓગસ્ટ 1956ના રોજ હજારો છાત્રો ભદ્ર સ્થિત કોંગ્રેસ હાઉસ ખાતે એકઠાં થયા અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ વચ્ચે કોંગ્રેસ હાઉસ ખાતે ગોળીબાર કરાયો હતો. આ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા. જ્યારે અનેકને ઇજાઓ પહોંચી હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ બંન્ને કોમના વિદ્યાર્થીઓ હતા. ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો હતો. આ હિંસા બાદ શહેરભરમાં દ્વિભાષી મુંબઇ રાજ્યનો વિરોધ શરૂ થઇ ગયો. 8 અને 9 ઓગસ્ટે જોરદાર રમખાણો થયા તથા સરકારી સંપત્તિઓમાં તોડફોડ કરવામાં આવી હતી. હરીપ્રસાદ વ્યાસ તથા પ્રબોધ રાવલે ખુલ્લી જીપમાં શહેરનો પ્રવાસ કર્યો હતો અને છાત્રોને શાંતિ રાખવા અપીલ કરી હતો. 

10 ઓગસ્ટે લાદવામાં આવ્યું હતું કર્ફ્યું
સરકાર વિરોધી પ્રદર્શન વચ્ચે હિંસા ભડકયા બાદ 10 ઓગસ્ટે કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું. મહાગુજરાત ચળવળથી સમાચાર પત્રોએ સ્પષ્ટ કરી દીધું હતું કે મહાગુજરાત ચળવળ હવે અમદાવાદ સુધી સિમિત નથી રહ્યું. નડિયાદ,  જૂનાગઢ,  વડોદરા, સાયલા,  ભાવનગર, ડાકોર, પાલનપુર, બોટાદ, સુરત, રાજકોટ, અમરેલી, પારડી, બાવળા, ભુજ, આણંદ સહિત આખા ગુજરાતમાં આ જંગની શરૂઆત થઇ ચુકી હતી. ઈન્દુલાલ યાજ્ઞિાક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી વ્યથિત હતા.જે બાદ ખાંભી સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યુું. 226 દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યો અને મહાગુજરાત આંદોલનને મજબૂતી આપી.

સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની કરાઈ હતી રચના
જે બાદ મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી, જેમાં સંયોજક બ્રહ્મકુમાર ભટ્ટને બનાવવામાં આવ્યા હતા. જ્યારે અધ્યક્ષ પદની જવાબદારી તેજ તર્રાર ભાષણ શૈલી માટે જાણિતા ઈન્દુલાલ યાજ્ઞિકને સોંપવામાં આવી. પરિષદની રચના બાદ ચળવળને જોરદાર વેગ મળ્યો. 

જવાહરલાલ નહેરુની સમાંતર ઇન્દુલાલ યાજ્ઞિકે કરી હતી સભા
2 ઓક્ટોબર, 1956નો દિવસ મહાગુજરાત આંદોલનના જુસ્સાના પ્રતીક સમાન હતો. પંડિત જવાહરલાલ નહેરુની સમાંતર ઈન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં અમદાવાદની લૉ કૉલેજમાં પણ સભા યોજાઈ. ઈન્દુલાલની સભામાં અંદાજે 3 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નહેરુની સભામાં પાંખી હાજરી હતી. ઈન્દુલાલ યાજ્ઞિકની સક્રિય ભૂમિકાએ આંદોલનને નવી દિશા આપીને ઈન્દુલાલ યાજ્ઞિક 'ઈન્દુચાચા' તરીકે ઓખળાયા. જે બાદ મહાગુજરાત જનતા પરિષદે 1957ની લોકસભાની ચૂંટણી ઝંપલાવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં  ઈન્દુલાલ યાજ્ઞિક સહિત 5 ઉમેદવારો ચૂંટાયાં હતા. જે બાદ મહાગુજરાત આંદોલન વેગવંતુ બનતું રહ્યું. 

4 વર્ષ બાદ 1લી મે 1960નાં રોજ સફળતા મળી
અલગ ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા માટે ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં સ્વ. ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા માટે સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલ મહાગુજરાત ચળવળને ચાર-ચાર વર્ષનાં વહાણાં વાયાં બાદ છેવટે 1લી મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે 'રાજ્ય પુનઃરચના કાયદો-1956'ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું અને હાલનાં સ્વર્ણિમ અને સમૃદ્ધ ગુજરાતનું નિર્માણ થયું. 

CM RUPANI AND PM MODI WISHES ON GUJARAT FOUNDATION DAY

1 મે 1960ના રોજ પૂ. રવિશંકર મહારાજના હાથે કરાયું હતું ઉદ્ધાટન
અલગ રાજ્યને લઈ ગુજરાતે નવી પ્રથા પાડી તેણે પોતાના નવા રાજ્યનું ઉદ્ઘાટન પૂ. રવિશંકર મહારાજના હાથે કરાવ્યું. 1 મે 1960ના રોજ મહારાજે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે નવા ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભ કરાવી આશીર્વચન પાઠવ્યાં. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાજ જંગ તથા મુખ્યમંત્રી તરીકે ડૉ.જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો હતો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ