બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 5 incidents of accidents in last 24 hours in Gujarat, 4 deaths

દર્દનાક / ગુજરાતમાં છેલ્લા 24 કલાકના અકસ્માતના 5 બનાવ, 4ના મોત, આ જગ્યાઓએ કાળ ત્રાટક્યો

Priyakant

Last Updated: 11:15 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Accident News : ક્યાંક શેરડી ભરેલા ટ્રેકટરે પલટી મારતા શ્રમિકો દટાયા તો ક્યાંક ટ્રકની ટક્કરે ST બસ પલટી મારી ગઈ, 4 લોકોના મોત તો 10 થી વધુ ઇજાગ્રસ્ત

  • રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો
  • છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં માર્ગ અકસ્માતની 5 ઘટના
  • 5 અકસ્માતમાં 4 લોકોના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત 

Gujarat Accident News : રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં માર્ગ અકસ્માતની 5 ઘટના સામે આવી છે. જેમાં ઉપલેટામાં બાઇક અકસ્માતમાં એકનું મોત, સુરતના પલસાણામાં પણ અકસ્માતમાં એકનું મોત થયું છે. આ તરફ સુરતમાં વધુ એક અકસ્માતમાં 2 લોકોના મોત મળી રાજ્યમાં કુલ 4 લોકોના મોત થયા છે.  

ઉપલેટામાં બાઇક અકસ્માત એકનું મોત 
ઉપલેટામાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ ઉપલેટાથી મુરખડા તરફ જઈ રહેલ ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું છે. અકસ્માતમાં મોતને ભેટેલ યુબકનું નામ રોહિત વઘેરા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ ઉપલેટા પોલીસે ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે. 

સુરતમાં શેરડી ભરેલા ટ્રેકટરે મારી પલટી મારતા એકનું મોત 
સુરત પલસાણાના હરિપુરા પાટિયા પાસે અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. વિગતો મુજબ છાત્રાલા જંકશન પાસે શેરડી ભરેલા ટ્રેકટરે પલટી મારી હતી. આ તરફ ટ્રેકટર પલટી મારી જતા શેરડીના જથ્થા નીચે શ્રમીકો દબાયા હતા. ટ્રેક્ટરમાં પંચર પડતા ટ્રેકટર એક તરફ નમી જતા આ ઘટના બની હતી. આ તરફ ઓવરલોડ ભરેલા ટ્રેકટર નમી પડતા શેરડી ભરેલ ટ્રોલી નીચે શ્રમીકો દબાઇ જતાં એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 

મોરબીના હળવદમાં એસટી બસ પલ્ટી મારી ગઇ
મોરબીના હળવદના કોયબા ગામના પાટીયા નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. વિગતો મુજબ ટ્રક ચાલકે ટક્કર મારતા ST બસ પલ્ટી મારી ગઇ હતી. જેમાં મોરબી સંતરામપુર ઝાલોદ રુટની બસને ટ્રક ચાલકે ટક્કર મારતા બસ પલટી ગઈ હતી. આ તરફ 16 જેટલા પેસેન્જર ભરેલી બસનો અકસ્માત થતા 10 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. 

સુરતમાં બાઇકસવારને નડ્યો અકસ્માત, 2 લોકોના મોત  
સુરતના પલાસણામાં બાઇકસવારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. પલાસણાના બારાસડી ગામ પાસે એના ગામના યુવાનો બારડોલી તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન ડિવાઇડર સાથે બાઇક અથડાતા બન્ને યુવકો પટકાયા હતા. આ તરફ બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જેને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. 

ખેડા-કપડવંજ રોડ પર ટ્રક પાછળ બીજી ટ્રક ઘુસી જતાં અકસ્માત
ખેડા કપડવંજ ઉત્કંઠેશ્વર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વિગતો મુજબ સિંગાલી પાટીયા પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ બીજી ટ્રક ઘુસી જવાની ઘટના સામે આવી છે. આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળ આવતી ટ્રક ઘૂસી ગઈ હતી. આ તરફ ટ્રક પાછળ ઘુસેલી ટ્રકના કેબિનના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. ઘટનાને લઈ ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર અર્થે કપડવંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

વધુ વાંચો: ટેક્સ બાકી હોય તો ભરી દેજો! AMCએ કડક ઉઘરાણી ચાલુ કરી, 2950 એકમો સીલ, આટલા કરોડની રિકવરી

આણંદમાં કારની અડફેટે 4 લોકોના મૃત્યુ, આરોપી ઝડપાયો 
આણંદના નાવલી-નાપાડ દહેમી પાસે ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનિસ પટેલે નશાની  હાલતમાં બેકામ ગાડી હંકારીને 7 વ્યક્તિ કચડી નાંખતાં 4 લોકોના મોત થયા હતા. પોલીસે સહકારી આગેવાનના પુત્ર જેનિસ સામે આઇપીસી કલમ 304 (સાપરાધ માનવ વધ) હેઠળ ગુનો નોંધ્યો છે. નાપાડ ગામના સહકારી આગેવાના પુત્ર જેનીસ પટેલ આગામી દિવસોમાં લંડન અભ્યાસ માટે જવાનો હતો. જેથી શુક્રવાર રાત્રે તેના મિત્રોને પાર્ટી આપવા આણંદ તરફ ગયો હતો. પાર્ટી પૂર્ણ કર્યા બાદ પરત આવતી વખતે નાપાડ-નાવલી રોડ દહેમી પાસે આગળ ત્રણ બાઈકો જતાં હોવા છતાં અર્ટિગા કારને બ્રેક મારીને બચાવાનો પ્રયાસ કર્યો ન હતો. એક પછી એક ત્રણ બાઈકને અડફેટમાં લઈને બે છાત્રો સહિત ચાર વ્યક્તિના મોત નિપજયા હતા. જેમાં અરવિંદ ઉર્ફેપિન્ટો, અંકિતા વાલજી બલદાશિયા, જતીન લાલજી તડિયા અને ભરત પરમારનો સમાવેશ થાય છે. જ્યારે અંકિતા ગુમા સહિત ૩ વ્યક્તિને ઇજા થઈ હતી. પોલીસે જેનીશ પટેલ ની ખાનગી હોસ્પિટલ બહારથી અટકયત કરી છે જેના ત્રણ દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ