બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / 5 children missing together from Bapunagar, Ahmedabad

તપાસ શરૂ / અમદાવાદના બાપુનગરમાંથી એકસાથે 5 બાળકો ગુમ: શાળાએ જવાનું કહીને દફતર લઈને નીકળ્યા પછી મળતા નથી, પરિવાર પરેશાન

Vishal Khamar

Last Updated: 04:19 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરનાં બાપુનગર વિસ્તારમાંથી 5 મિત્રો શુક્રવારે સવારે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. પરંતું સ્કૂલનો સમય પૂર્ણ થવા છતાં બાળકો ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. બાળકોની કોઈ ભાળ ન મળતા પરિવારજનો દ્વારા આ અંગે બાપુનગર પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • અમદાવાદનાં બાપુનગર વિસ્તામાંથી એક સાથે પાંચ મિત્રો થયા ગુમ
  • પોલીસે 5 વિદ્યાર્થીઓના અપહરણની ફરિયાદ નોંધી 
  • વિદ્યાર્થીઓ ફરવા નીકળી ગયા હોવાનું પ્રાથમિક અનુમાન

 શહેરનાં પૂર્વ વિસ્તારમાં બાપુનગર ખાતે રહેતા પાંચ મિત્ર સવારે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. ત્યારે તેમાં એક પરિવારનો બાળક ધો. 9 માં અભ્યાસ કરે છે. સગીર રોજનાં સમય મુજબ સ્કૂલેથી ઘરે સમયસર પરત ન ફરતા પરિવારજનો દ્વારા સગા સબંધીને ત્યાં શોધખોળ કરી હતી. પરંતું બાળકોની કોઈ ભાળ મળવા પામી ન હતી. જે બાદ પરિવારજનો દ્વારા તેનાં મિત્રોને ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેનાં ચાર મિત્રો પણ સ્કૂલે ગયા બાદ પરત આવ્યા નથી. એક સાથે પાંચ સગીરો ગુમ થતા પરિવારજનો ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા.

ગુમ થયેલ બાળકો સીસીટીવીમાં કેદ થયા

બે દિવસ વીતવા છતાં બાળકો ઘરે ન આવતા પોલીસે ગુનો નોંધ્યો
પાંચેય સગીરનાં વિદ્યાર્થીઓ એક સાથે ગુમ થતા પરિવારજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે બાળકોનાં પરિવારજનો દ્વારા એસ ટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતની જગ્યાઓએ સગીરોની શોધખોળ હાથ ધરી હતી. પરંતું તેઓની ક્યાંય ભાળ મળવા પામી ન હતી. બાળકો બે દિવસ વીતવા છતાં પણ પરત ઘરે ન આવતા આ બાબતે એક સગીર બાળકની માતાએ બાપુનગર પોલીસ મથકે આ બાબતે જાણ કરી હતી. જે બાદ બાપુનગર પોલીસે હાલ તો અપહરણનો ગુનો નોંધી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

પાંચમાંથી બે બાળકો કારખાનામાં મજૂરી કામ કરવા જતા હતા
મળતી માહિતી મુજબ પાંચેય બાળકોને ભણવામાં કોઈ રૂચી ન હતી.  તેવું પરિવાજનોનું માનવું છે. તેમજ પાંચમાંથી બે બાળકો બાપુનગર વિસ્તારમાં આવેલ કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા સ્કૂલમાં તપાસ કરતા પાંચેય બાળકો સ્કૂલમાં પણ નિયમિત જતા ન હોવાનું જાણવા મળ્યું છે.
સગીરો એક સીસીટીવીમાં કેદ થયા
બાપુનગર પોલીસ મથકે એક સાથે પાંચ બાળકો ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન તેમજ તે વિસ્તારમાં લાગેલ સીસીટીવીની તપાસ હાથ ધરતા એક સીસીટીવીમાં પાંચેય બાળકો દેખાય છે. પોલીસે હાલ સીસીટીવીનાં આધારે આગળની તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ પાંચેય સગીરોનાં ફોટા મોકલી આપતા પોલીસ દ્વારા દરેક જગ્યાએ બાળકોની શોધખોળ હાથ ધરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ