બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / 450 cases of heart attack reported in last one month in Rajkot

બેઠક / રાજકોટમાં છેલ્લા એક મહિનામાં નોંધાયા હાર્ટ એટેકના 450 કેસ, સામે આવ્યો 108નો ચોંકાવનારો ડેટા

Vishal Khamar

Last Updated: 06:15 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં હાર્ટ એટેકનાં કેસમાં ચિંતાજનક વધારાને લઈ રાજકોટ કલેક્ટર દ્વારા મેડીકલ કાઉન્સીલ, ગરબા આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં નવરાત્રી સમયે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પુરતી તકેદારી રાખવાનું સૂચન કર્યું હતું.

  • રાજકોટમાં હાર્ટએટેક કેસમાં ચિંતાજનક વધારો
  • છેલ્લા 1 મહિનામાં 450 હાર્ટએટેકના કેસ નોંધાયા
  • 1 મહિનામાં 108 માં 450થી વધુ કેસો નોંધાયા

રાજકોટમાં દિવસેને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકનાં કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકનાં 450 કેસ નોંધાયા છે.  તેમજ એક મહિનામાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને 450 થી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ નવરાત્રી સમયે અર્વાચીન રાસોત્સવ થતા હશે ત્યાં હોટ સ્પોટ નક્કી કરાશે.  તેમજ હવે ઈમરજન્સી 108માં પણ AED  મશીન રાખવામાં આવશે.  

નવરાત્રીને લઈ રાજકોટ કલેક્ટર આયોજકો, ર્ડાક્ટરો સાથે પ્રેસ કોન્ફરન્સ

 

 

આ બાબતે રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોષી દ્વારા આજે રાજકોટ કલેક્ટર ઓફીસ ખાતે ગરબા આયોજકો, આઈએમએનાં ર્ડાક્ટર, રેડક્રોસનાં ર્ડાક્ટર, મેડીકલ કોલેજનાં ર્ડાક્ટર, સાંસદ સભ્યની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.  નવરાત્રીનું જે જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં નીચે મુજબની સુવિધાઓ હોવી જરૂરી છે. જેમાં 

  • સીપીઆરની તાલીમ આપેલો સ્ટાફ હોય.
  • દરેક ગરબા સ્થળ ઉપર એક મેડીકલ કાઉન્સીલર હોય.
  • એમ્બ્યુલન્સને આવવા જવાની વ્યવસ્થા હોય.
  • તેમજ સીપીઆરની જાગૃતતા માટે વીડિયોનું નિદર્શન આ તમામ મુદ્દાઓ બાબતે ગરબા આયોજકોને સૂચના આપવામાં આવી છે.

વહેલામાં વહેલી તકે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએઃ કલેક્ટર

તેમજ  આ મીટીંગમાં 108 ની ટીમનાં પ્રતિનિધિ હાજર હતા. તેમને પણ સૂચના આપવામાં આવી છે કે જ્યાં પાંચ થી દસ હજાર જેટલું મોટું ગરબાનું આયોજન થયું હોય ત્યાં હોટસ્પોટ તરફ ધ્યાન રાખવું જોઈએ. તેમજ વહેલામાં વહેલી તકે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. 


ગરબા સ્થળે ર્ડાક્ટરો તેમની ટીમ સાથે મેડીકલની સેવા આપશેઃ કલેક્ટર
IMA તરફથી પણ એમનાં પ્રતિનિધિ હાજર હતા. તેમણે પણ તાલીમમાં પૂરો સહકાર આપવાનું કીધું છે. તેમજ સ્વૈચ્છીક રીતે પણ ર્ડાક્ટરો અમારી સાથે જોડાવાનાં છે.  અને ગરબા સ્થળે તેમની ટીમ સાથે મેડીકલની સેવા આપશે. 
 

છેલ્લા 1 મહિનામાં હાર્ટએટેકના 450 કેસ નોંધાયા-કલેક્ટર
હાર્ટ એટેકનાં સતત વધતા જતા કેસ બાબતે કલેક્ટરે કહ્યું હતું કે,  રાજકોટમાં દર મહિને 450 જેટલા હાર્ટ એટેકનાં કેસ નોંધાય છે.  ત્યારે નવરાત્રીએ આપણો સારો તહેવાર છે. એ તબક્કે ઓવર ટ્રેસનાં લીધે વધુમાં કોઈ કેસ ન થાય એના માટે આ બધી કાળજી રાખવામાં આવી રહી છે. 
 

108માં પણ AED મશીન રાખવામાં આવશે-કલેક્ટર
108 માં પણ જરૂરી સુવિધાઓ સાથે AED મશીન (જે ઝટકા મારીને હ્રદયને ધબકતું કરતું મશીન) સાથે જરૂરી મેડીસીન સાથે રાખવામાં આવશે. રાજકોટમાં જીલ્લામાં કુલ 42  ઈમરજન્સી 108 છે.  જેમાંથી 22 ઈમરજન્સી 108 રાજકોટ શહેરમાં છે. 

રામભાઈ મોકરિયા (રાજ્યસભા સાંસદ, રાજકોટ)

હાર્ટ એટેકના કેસને લઈને તબીબોને ભાજપ ખડે પગે રાખશેઃ રામભાઈ મોકરિયા (રાજ્યસભા સાંસદ, રાજકોટ)
આ બાબતે રાજકોટનાં રાજ્ય સભાનાં સાંસદ રામભાઈ મોકરિયાએ નિવેદન આપ્યું હતું કે, ભાજપ ર્ડાક્ટર સેલનાં તબીબો પણ નવરાત્રી આયોજકોને ફ્રી સેવા આવશે. હાર્ટ એટેકનાં કેસને લઈ તબીબોને ભાજપ ખડે પગે રાખશે. વધતા હાર્ટ એટેકનાં કેસને લઈ આયોજકોને પણ સૂચના આપી છે.  તેમજ અર્વાચીન રાસોત્સવમાં તબીબો રાખવા પણ સૂચના આપવામાં આવી છે.  મેડિકલ કોલેજનાં સ્ટુડન્ટસને પણ નવરાત્રી ગ્રાઉન્ડમાં ડ્યુટી ફાળવવા માટે સિવિલ સુપ્રિટેન્ડન્ટ સાથે ચર્ચા કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ