બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 children drowned in Narmada canal between Bhujpur-Ghelda near Mundra in Kutch
Dinesh
Last Updated: 04:14 PM, 10 September 2023
ADVERTISEMENT
કચ્છના મુન્દ્રા નજીક નર્મદા કેનાલમાં 4 બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. મુન્દ્રા પાસે ભુજપુર-ઘેલડા વચ્ચે નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બાળકો ડૂબ્યા છે. વિગતો મુજબ ચાર બાળકો ન્હાવા પડ્યા હતા જે માંથી 2 બાળકોના મૃતદેહ બહાર કઢાયા છે. અન્ય બે બાળકોની શોધખોળ હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. કેનાલમાં બાળકો ડૂબી જવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું
નર્મદા કેનાલમાં બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં અરરાટી વ્યાપી જવા પામી હતી તેમજ પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને ઘેરા શોકમાં ગરકાવ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડૂબનાર બાળકોમાં એકપણને તરતા ન આવડતું હોવાથી ડૂબવાથી મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.