બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / 3T Policy Is One Of The Successful Ways To Tackle Coronavirus in india

Coronavirus / ભારતમાં કોરોનાને હરાવવા અસરકારક સાબિત થઇ શકે છે 3T પોલિસી, જાણો શું છે

Kavan

Last Updated: 09:46 PM, 5 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ દક્ષિણ કોરિયાની 3T (ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ)નીતિનો ઉલ્લેખ કોરોના મહામારીને પહોંચી વળવા માટેના સૌથી સફળ પદ્ધતિઓ પૈકીના એક હોવાની વાત ભારતીય દૂતો સાથે કરેલ વીડિયો કોન્ફરન્સમાં કરી હતી. 3Tનો મતલબ એવો થાય કે, તપાસ કરવી, ત્યારબાદ સંક્રમિત થયેલ વ્યક્તિ કોને-કોને મળ્યો છે તેની ભાળ મેળવવી અને તેનો ઇલાજ કરવો એમ થાય છે.

  • કોરોના સામેની જંગ યથાવત 
  • પ્રધાનમંત્રી મોદીએ દક્ષિણ કોરિયાની 3T નીતિનો કર્યો ઉલ્લેખ

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ શિને કહ્યું કે, કોવિડ -19 ને રોકવાની કોરિયન સરકારની નીતિ એવી છે કે, પુષ્ટિવાળા કેસોની ઓળખ કરવી, તેમની સાથે સંપર્કમાં આવતા લોકોની માહિતી મેળવવી જેથી ચેપ ફેલાય નહીં અને શક્ય તેટલી ઝડપથી સારવાર શરૂ થઇ શકે.

દરરોજના 15000 દર્દીઓને તપાસવાની ક્ષમતા ધરાવે છે કોરિયા 

તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં દક્ષિણ કોરિયા પાસે દરરોજ 15,000 લોકોને તપાસવાની ક્ષમતા છે. અત્યાર સુધીમાં ચાર લાખ લોકોની તપાસ કરવામાં આવી છે અને આ કાર્ય પૂર્ણ ક્ષમતા સાથે કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, હજી સુધી કોઈ વેક્સિન ઉપલબ્ધ નથી, તેથી ચેપને ઓળખવા અને તેને અલગ પાડવી એ સૌથી વ્યવહારિક અને અસરકારક પદ્ધતિ છે.

કોરોના પીડિતને તાત્કાલિક અસરથી શોધીને તેને ક્વોરેન્ટાઇન કરવામાં આવે તે જરૂરી 

ભારતમાં આ નીતિ લાગૂ કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, ભારતના મામલામાં, તેના આકાર અને મોટી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને આખા દેશમાં લોકડાઉન કરવું જરૂરી છે. તેમ છતાં, વાયરસને મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચતા અટકાવવા માટે ખૂબ જ ઝડપથી તેની તપાસ કરવામાં આવે અને આવા લોકોની ઓળખ કરવામાં આવે જે વાયરસથી સંક્રમિત છે અને તેમને ક્વોરેન્ટાઇ કરવામાં આવે. 

G-20 સંમેલનમાં પણ આ મુદ્દે કરાઇ હતી ચર્ચા 

શિને વધુમાં કહ્યું કે, કોરોના સામેની લડાઇમાં દક્ષિણ કોરિયા સરકાર ભારત સાથે તમામ પ્રકારની જાણકારી શેર કરવા માટે પહેલેથી જ તૈયાર હતી. રાષ્ટ્રપતિ મૂન-જે-ઇન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને લઇને વર્ચ્યૂઅલ જી-20 સંમેલનમાં પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. 

શિને ભારત સરકાર પાસે આશા વ્યક્ત કરી

શિને આશા વ્યક્ત કરી હતી કે, 21 દિવસના લોકડાઉનની સમાપ્તિ બાદ ભારત સરકાર દક્ષિણ કોરિયાની ચિંતા પર ધ્યાન આપે. તેમણે વધુમાં કહ્યું, જેમ અમે માની રહ્યા છીએ તેમ કોરયાઇ કંપનીઓ જેમકે સેમસંગ,એલજી, હ્યૂન્ડાઇ વગેરેના પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ અમારી કંપનીઓએ ભારતમાં મોટું રોકાણ કર્યું અને લોકડાઉન થતાં મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ