બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / 3 things will help to reduce severity of bad breath study suggest

હેલ્થ કેર / મોઢામાં આવતી દુર્ગંધથી છો પરેશાન? તો માઉથ ફ્રેશનર નહીં આ 3 વસ્તુ ગાયબ કરી દેશે ખરાબ વાસ, રિચર્સમાં થયું પુરવાર

Bijal Vyas

Last Updated: 07:42 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ વ્યક્તિના શ્વાસમાંથી કે મોંઢુ ખોલતા જ દુર્ગંધ આવવા લાગે છે, તો તેના માટે ખૂબ જ શરમજનક બાબત બની જાય છે

  • પાયોરિયા મોંઢામાંથી દુર્ગંધ આવવાનું એક કારણ છે
  • મોંઢાની દુર્ગંધ માટે એક પ્રકારનું પ્રોટીન જવાબદાર હોય છે.
  • ફર્મેન્ટેડ ફૂડ ખાવાથી મોંઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરી શકાય છે. 


મોંમાંથી દુર્ગંધ એ ખૂબ જ ખરાબ રોગ છે, જે માત્ર દર્દીને જ નહીં પરંતુ આસપાસના લોકોને પણ તકલીફ આપે છે. જો કોઈ વ્યક્તિના શ્વાસમાંથી કે મોંઢુ ખોલતા જ દુર્ગંધ આવવા લાગે છે, તો તેના માટે ખૂબ જ શરમજનક બાબત બની જાય છે. આ વ્યક્તિ કોઇની સાથે વાત કરે છે ત્યારે તેને પણ આ દુર્ગંધથી પરેશાની થાય છે. આ દુર્ગંધને કારણે વ્યક્તિનું વ્યક્તિત્વ નબળું પડી જાય છે અને તેની અસર જીવનની ગુણવત્તા પર પણ પડે છે. જો કે શ્વાસમાંથી આવતી દુર્ગંધ માટે ઘણી વસ્તુઓ જવાબદાર હોય છે. આ માટે, પાયોરિયા દાંતનો રોગનું મુખ્ય સાથે અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે છે. આ દુર્ગંધની સમસ્યાને દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ ખૂબ જ સરળ ઉપાય શોધી કાઢ્યો છે.

એક મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યુ છે કે, જો કોઈ વ્યક્તિ શ્વાસની દુર્ગંધથી પરેશાન હોય અને પ્રોબાયોટીક્સનો ઉપયોગ કરે તો મોંમાંથી આવતી દુર્ગંધ કાયમ માટે ખતમ થઈ જાય છે. વાસ્તવમાં, જ્યારે મોંઢામાં બેક્ટેરિયાનો સંચય થાય છે, ત્યારે દાંત, પેઢા કે જીભમાં પ્લેક (ગંદો ચીકણો પદાર્થ ગંદો મેલ) જમા થવા લાગે છે. આનાથી મોઢામાં ખૂબ જ તીવ્ર દુર્ગંધ આવે છે. પરંતુ જ્યારે છાશ, એક ખાસ પ્રકારની બ્રેડ અથવા મિસો સૂપ જેવા ફર્મેન્ટેડ ખાવામાં આવે છે, તો દુર્ગંધવાળા બેક્ટેરિયા અદૃશ્ય થવા લાગે છે અને મોંની દુર્ગંધ પણ સમાપ્ત થઈ જાય છે.

દુર્ગંધ આવવાના કારણ? 
મોંઢાની દુર્ગંધ માટે એક પ્રકારનું પ્રોટીન જવાબદાર હોય છે. જ્યારે આ પ્રોટીન બેક્ટેરીયાના સંપર્કમાં આવીને ટૂટવા લાગે છે ત્યારે સલફ્યુરિક કંપાઉડ બને છે. આ સલફ્યૂરિક કંપાઉડ ખૂબ જ વાસ ધરાવે છે. જ્યારે બેક્ટેરિયા મોંઢામાં ચારે તરફ પોતાનુ ઘર બનાવી લે છે તો આ પોતાના અવશેષ મોંઢામાં દાંત, પેઢા, જીભ વગેરે પર છોડવા લાગે છે. આ પ્લેક એટલે કે ચિકણો પદાર્થ મોંઢામાં જમા થવા લાગે છે. જેના કારણે અનેક દુર્ગંધયુક્ત કેમિકલ પણ જમા થવા લાગે છે. આ જીભ પર પણ હાજર પ્રોટીનના અણુને તોડવા લાગે છે અને વધારે દુર્ગંધદાર કેમિકલને બનાવવા લાગે છે. 

ફર્મેન્ટેડ ફૂડથી થશે દૂર્ગંધ દૂર

  • એક સ્ટડી અનુસાર પ્રોબાયોટિકમાં હાજર બેક્ટેરીયા હાનિકાર બેક્ટેરીયાથી બચાવે છે. 
  • ફર્મેન્ટેડ ફૂડ ખાવાથી મોંઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરી શકાય છે. 
  • પ્રોબાયોટિક ફૂડ છાશ. દહીં, અથાણુ, વિનેગર વગેરે ફર્મેન્ટેડ ફૂડ છે. 
  • મોઢાની દુર્ગંધને દૂર કરવા માટે માઉથવોશ, ચ્યુઇંગ ગમ જેવી કેટલીક પ્રોડક્ટ્સ પહેલેથી જ છે, આ વસ્તુઓથી તરત પરિણામ મળે છે
  • ફુદીના અને તુલસીના પાન મોંઢાના બેક્ટેરિયાને પણ મારે છે અને દુર્ગંધ દૂર કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ