બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / 25 years old video of Yogi Adityanath taking oath in Parliament goes viral

VIDEO / સંસદમાં શપથ લેતા જવાન યોગી આદિત્યનાથનો 25 વર્ષ જુનો વીડિયો વાયરલ, માની ન શકાય તેવા દેખાયા

Kishor

Last Updated: 10:45 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિડીયો વાયરલ થયો છે. જે લગભગ 25 વર્ષ જૂનો માનવામાં આવી રહ્યું છે.

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જૂનો વીડિયો વાયરલ
  • વીડિયો 25 વર્ષ જૂનો હોવાનું અનુમાન
  • યોગી આદિત્યનાથે સંસ્કૃતમાં લીધા હતા શોપથ

આજકાલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખૂબ જ ચર્ચામાં છે. અનેક વખત તેમના ભાષણ અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક અનોખો વિડીયો વાયરલ થયો છે. જે લગભગ 25 વર્ષ જૂનો માનવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં દ્રષ્યમાન થતી વિગત અનુસાર સંસદ ભવનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંસ્કૃત બોલતા નજરે પડી રહ્યા છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી બનતા પહેલા યોગી આદિત્યનાથ ગોરખપુર બેઠકના સાંસદ હતા. 


યોગી આદિત્યનાથ વીડિયોમાં યુવાવસ્થામાં દેખાઈ રહ્યા છે અને 1998 નો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. લોકસભામાં સંસદ તરીકે શપથ તેમણે સંસ્કૃતમાં લીધા હતા. આપને જણાવી દઇએ કે યોગી આદિત્યનાથ સતત પાંચ વખત સંસદસભ્ય રહ્યા છે.વાયરલ વીડિયોમાં તેમણે ગેરૂઆ રંગની પાઘડી અને કેસરી કલરના કપડા પહેર્યા છે. અને ગળામાં ક્રાંતિની માળા સાથે કપાળ પર ચંદનનું તિલક લગાવ્યું છે. જે સંસ્કૃતમાં શપથ લઇ રહ્યા છે.

1994માં કર્યો હતો સાધુવેશ ધારણ

નોંધનીય છે કે યોગી આદિત્યનાથ 12 મી લોકસભાના સૌથી યુવા સાંસદ હતા. તેમણે માત્ર 26 વર્ષની ઉંમરે સાંસદ બન્યા હતા. ગણિતમાં એમએસસી કરી રહ્યા હતા ત્યારે તેઓ ગુરુ ગોરખનાથ પર સંશોધન કરવા ગોરખપુર આવ્યા હતા. બાદમાં તેઓએ 1994માં સાધુવેશ ધારણ કરી લીધો હતો. બાદમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી તેઓ 2600 મતેથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ