બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:38 PM, 16 April 2025
આ T10 મેચ 16 એપ્રિલના રોજ ઇટાલીના બોલોગ્નામાં બે સ્થાનિક ટીમો સિવિડેટ અને માર્ખોર મિલાનો વચ્ચે યોજાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, માર્ખોર મિલાનોએ નિર્ધારિત 10 ઓવરમાં 2 વિકેટે 210 રન બનાવ્યા.
ADVERTISEMENT
વિકેટકીપર બેટ્સમેન અને માર્ખોર મિલાનો ટીમના કેપ્ટન ઝૈન નકવી મેચનો સ્ટાર રહ્યો. તેણે માત્ર 37 બોલમાં અણનમ 160 રનની ઇનિંગ રમી.
આ દરમિયાન તેણે આ તોફાની ઇનિંગમાં 24 છગ્ગા અને 2 ચોગ્ગા પણ ફટકાર્યા. આ ઇનિંગ દરમિયાન જૈન નકવીનો સ્ટ્રાઇક રેટ 432.43 હતો. ખાસ વાત એ હતી કે તેણે માત્ર 26 બોલમાં પોતાની સદી ફટકારી હતી.
ADVERTISEMENT
23 વર્ષીય ઝૈન નકવીએ ઇનિંગની છેલ્લી ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા અને
સિવિડેટના ગુરપ્રીત સિંહને ધોઇ નાખ્યો. ગુરપ્રીત ઇનિંગની છેલ્લી ઓવર નાખવા આવ્યો. જ્યાં જૈન નકવીએ પોતાના 6 બોલમાં સતત 6 છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન ગુરપ્રીતની બે ઓવરમાં કુલ 53 રન બન્યા. જ્યારે સિવિડેટના કેપ્ટન કુલજિંદર સિંહ વધુ મોંઘા સાબિત થયા. તેણે પોતાની બે ઓવરમાં કુલ 29 રન આપ્યા.
સિવિડેટ ટીમ રન ચેઝમાં નિષ્ફળ ગઈ
સિવિડેટ ટીમ મેચમાં ક્યાંય પણ નિયંત્રણમાં દેખાઈ ન હતી અને 9 ઓવરમાં 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
વધુ વાંચો: પંજાબ સામે KKRએ ચીટિંગ કરી! અમ્પાયરે મેદાન પર પકડી ભૂલ, 2 ખેલાડીઓ ટેસ્ટમાં ફેલ
તેમની તરફથી શાહબાઝ મસૂદે સૌથી વધુ 34 રન બનાવ્યા. માર્ખોર મિલાનો તરફથી રફતુર રફત સૌથી સફળ બોલર રહ્યો, જેણે 4 વિકેટ લીધી. જ્યારે ફરાઝ અલીને 3 સફળતા મળી.
ઝૈન નકવીનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ:
ઝૈન નકવી વિશે વાત કરીએ તો, તે ઇટાલિયન ટીમ માટે રમે છે. 23 વર્ષીય જૈન નકવીએ 4 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઇટાલીનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યાં તેણે 4 મેચમાં ફક્ત 7 રન બનાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.