બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / વિશ્વ / 21 to 24 June PM Modi visit to America, see schedule

વિદેશયાત્રા / 21થી 25 જૂન PM મોદી US-ઇજિપ્તની મુલાકાતે, જાણો ક્યાં, ક્યારે શું કરશે, જુઓ સંપૂર્ણ શિડ્યુલ

Priyakant

Last Updated: 02:24 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In USA News: PM મોદીના અમેરિકન પ્રવાસને લઈને અમેરિકામાં મોટા પાયે તૈયારીઓ, PM મોદી 24 જૂને ઇજિપ્ત જવા રવાના થશે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી દિવસોએ અમેરિકા અને ઇજિપ્તની મુલાકાતે 
  • વિદેશ મંત્રાલયે PM મોદીની અમેરિકા અને ઇજિપ્તની મુલાકાતની વિગતો આપી 
  • PM મોદી મંગળવારે અમેરિકા જવા રવાના થશે, 1 જૂનથી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે રહેશે
  • PM મોદી 24 જૂને ઇજિપ્ત જવા રવાના થશે અને 25 જૂન સુધી ઇજિપ્તમાં રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી દિવસોએ અમેરિકા અને ઇજિપ્તની મુલાકાતે જવાના છે. જેને લઈ વિદેશ મંત્રાલયે સોમવારે PM મોદીની અમેરિકા અને ઇજિપ્તની મુલાકાતની વિગતો શેર કરી હતી. PM મોદીના અમેરિકના પ્રવાસને લઈને અમેરિકામાં મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી મંગળવારે અમેરિકા જવા રવાના થશે અને 21 જૂનથી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે રહેશે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર PM મોદી આ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સિવાય PM મોદી 24 જૂને ઇજિપ્ત જવા રવાના થશે અને 25 જૂન સુધી ઇજિપ્તમાં રહેશે.  

PM મોદી 22 જૂને યુએસ સંસદને સંબોધિત કરશે
વિદેશ મંત્રાલયના સચિવ વિનય ક્વાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, PM મોદી તેમના યુએસ પ્રવાસ દરમિયાન 21 જૂને વોશિંગ્ટન ડીસીમાં સ્કિલિંગ સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી 21 જૂને જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મળશે. 22 જૂને PM મોદીનો વ્હાઇટ હાઉસમાં સત્તાવાર સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ પછી પPM મોદી 22મી એ જ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ સિવાય PM મોદી અમેરિકન કોંગ્રેસને સંબોધિત કરશે અને ત્યારબાદ પીએમ મોદી સેરેમોનિયલ સ્ટેટ ડિનરમાં ભાગ લેશે.

PM મોદી 24 જૂને ઇજિપ્ત પહોંચશે
23 જૂને PM મોદી વિવિધ કંપનીઓના CEO ને મળશે અને ત્યારબાદ PM મોદી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ સચિવ વતી લંચમાં ભાગ લેશે. આ પછી અમે અમેરિકન સોસાયટીના વિવિધ નેતાઓને મળીશું. આ પછી PM મોદી ભારતીય સમુદાયના લોકોને મળશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, આ મુલાકાતનો એક મહત્વપૂર્ણ ભાગ સંરક્ષણ સહયોગ અને તકનીકી સહયોગ હશે.

PM મોદી ઇજિપ્તમાં બનેલા વોર મેમોરિયલની મુલાકાત લેશે
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, 24 અને 25 જૂને PM મોદી ઇજિપ્તની તેમની પ્રથમ રાજ્ય યાત્રા કરશે. 24 જૂને PM મોદી બપોરે ઈજિપ્ત પહોંચશે, જ્યાં તેઓ 25 જૂને ઈન્ડિયા યુનિટ સાથે વાતચીત કરશે અને ભારતીય સમુદાયના લોકોને મળશે. આ સિવાય PM મોદી આ દરમિયાન કેટલીક મહત્વની વ્યક્તિઓને પણ મળશે. PM મોદી 11મી સદીની અલ હકીમ મસ્જિદની મુલાકાત લેશે અને પછી યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે. PM મોદી 25 જૂને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ