બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / 2000 commando mega operation to eliminate seven terrorists of Poonch attack

આદેશ / આતંકીઓનો ટાઈમ આવી ગયો.! પુંછ હુમલાના સાત આતંકવાદીઓને ખતમ કરવા 2,000 કમાન્ડોનું ‘મેગા ઓપરેશન’

Kishor

Last Updated: 09:18 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુંછ હુમલાના આતંકીઓનો ખાત્મો બોલાવવા જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળો દ્વારા ‘મેગા ઓપરેશન’  હાથ ધરાયું છે.

  • પુંછ હુમલાના આતંકીઓનું આવી બન્યું 
  • આતંકવાદીઓને ખતમ કરવા પોલીસ અને સુરક્ષાદળોનું ‘મેગા ઓપરેશન’ 
  • ૨,૦૦૦થી વધુ કમાન્ડો જોડાયા

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે થયેલા એક આતંકી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. આ ખતરનાક હુમલાને અંજામ આપનારા સાત આતંકવાદીઓને ખતમ કરવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોએ એક સંયુક્ત ‘મેગા ઓપરેશન’ હાથ ધર્યું છે, જેમાં ૨,૦૦૦થી વધુ કમાન્ડો જોડાયા છે. 

પૂંછ એટેક પાછળ લશ્કરના 7 આતંકીઓનો હાથ: જંગલમાં બેસી તૈયાર કર્યો હતો માસ્ટર  પ્લાન | Seven terrorists of Lashkar carried out the attack planning sitting  in the forest

ગાઢ જંગલોમાં હુમલાખોર આતંકીઓ છુપાયા
સુરક્ષાદળોને એવા ઈનપુટ્સ મળ્યા છે કે પુંચ જિલ્લાના બાટા-ડોરિયા વિસ્તારનાં ગાઢ જંગલોમાં આ હુમલાખોર આતંકીઓ છુપાયા છે અને તેથી તેમને ઝડપીને ખતમ કરવા માટે એક મોટું ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ આેપરેશનમાં ડ્રોન અને હેલિકોપ્ટરને પણ કામે લગાડવામાં આવ્યાં છે. આકાશમાંથી ડ્રોન જંગલોમાં સતત વોચ રાખી રહ્યાં છે, જ્યારે MI હેલિકોપ્ટર પણ હુમલાખોરોની ખોજ કરી રહ્યાં છે એટલું જ નહીં, સ્નિફર ડોગ્સની સ્ક્વોડને પણ કામે લગાડવામાં આવી છે. 

હુમલામાં સ્ટીલ બુલેટનો પણ ઉપયોગ કર્યો

આ સ્પેશિયલ મેગા ઓપરેશનમાં આર્મીની સાથે પોલીસ, ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને ખાસ કરીને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ કો-ઓર્ડિનેટ કરી રહી છે. આ ઓપરેશનની ગંભીરતા એ હકીકત પરથી સમજાય છે કે સેનાના કમાન્ડોને શૂટ એટ સાઈટ (દેખો ત્યાં ઠાર)ના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે.દરમિયાન, આ હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે. ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ના રિપોર્ટમાં જણાવાયું છે કે આતંકીઓએ હુમલા માટે સ્ટિકી બોમ્બનો ઉપયોગ કર્યો હતો અને આ હુમલાને કટરાના હુમલાની પેટર્ન પર અંજામ આપવામાં આવ્યો હતો. આઈબીએ ગૃહ મંત્રાલય અને NIA સાથે તમામ હકીકતો સાથે આ રિપોર્ટ શેર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે આતંકીઓએ ૩૬ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમણે હુમલામાં સ્ટીલ બુલેટનો પણ ઉપયોગ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ