બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 20 years ago Daman cried 28 children were killed in a bus that fell bridge broke

શ્રદ્ધાંજલિ / 20 વર્ષ પહેલા રડ્યું હતું આખુ દમણ! બ્રિજ તૂટતા પાણીમાં ખાબકેલી બસમાં થયા હતા 28 બાળકોના મોત

Kishor

Last Updated: 06:15 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દમણ આખાને ચોધાર આશુએ રડાવનાર બ્રિજ દૂર્ધટનાને આજે 20 વર્ષ પૂર્ણ થતાં દમણ પ્રશાસન દ્વારા મૃતક વિદ્યાર્થીઓને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

  • દમણની બ્રિજ દૂર્ધટનાના આજે 20 વર્ષ પૂર્ણ
  • 28 બાળકો અને એક શિક્ષકનું થયા હતું મૃત્યું
  • દમણવાસીઓ માટે આજનો દિવસ કાળો દિવસ સમાન

આજથી 20 વર્ષ પૂર્વે 28મી ઓગસ્ટના દિવસે નાની દમણ અને મોટી દમણને જોડતો બ્રિજ ભારે પુરના કારણે ધરાશાઇ થયો હતો. જેમાં 28 બાળકો સાથે એક શિક્ષકનું કરુણ મોત નિપજતા  સમગ્ર પંથક હચમચી ગયો હતો. ત્યારે આજે દમણ પ્રશાસન દ્વારા મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી ચિલ્ડ્રન મેમોરિયલ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


 

નાની દમણ અને મોટી દમણને જોડતો બ્રિજ જામીનદોસ્ત થયો હતો
28મી ઓગસ્ટ દમણ માટે એક કાળો દિવસ તરીકે સાબિત થયો હતો. આ કાળા દિવસને દમણવાસીઑ ક્યારેય નહીં ભૂલી શકે. ૨૦ વર્ષ પહેલાં આજના દિવસે એટલે કે 28 ઓગસ્ટના દિવસે દમણનો નાની દમણ અને મોટી દમણને જોડતો બ્રિજ જામીનદોસ્ત થયો હતો.આ કુદરતી હોનારતમાં 28 બાળકો સાથે એક શિક્ષકને કાળ ભેટી ગયો હતો. દમણને હજમચાવી નાખનાર આ ઘટનાથી જેતે સમયે હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ દમણ પીડબ્લ્યુડી દ્વારા બનાવેલ આ બ્રિજ દમણ ગંગા નદીમાં ભારે પુર આવવાથી ધરાસાઈ થતાં આ ઘટનામાં મોટી ખાના ખરાબી થઈ હતી .જેથી દમણ કમિટી દ્વારા પી ડબ્લ્યુડીના ઇજનેર સહિત અધિકારીઓ સામે કેસ કરવામાં આવ્યો હતો અને આ મામલો બહુ લાંબા સમય સુધી ચાલ્યો હતો.

જવાબદારોને કડક સજા ન થતાં પરિવારજનોમાં રોષ  
ત્યારબાદ તાજેતરમાં દોષિત ઇજનેરોને સજા પણ ફટકારવામાં આવી છે. આ મામલે દમણ પ્રશાસન દ્વારા મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા સદભાવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રશાસક પ્રફુલ પટેલ સહિત અનેક અધિકારીઓ તેમજ કમિટીના સભ્યો અને પોતાના વહાલસોયા બાળકો ગુમાવનાર પરિવારની હાજરીમાં ચિલ્ડ્રન મેમોરિયલ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે તમામ ધર્મના લોકોએ સાથે મળીને મૃતક બાળકોને આત્માને શાંતિ મળે એ પ્રાથના કરી હતી. ત્યારે મૃતક પરિજનોએ આજે પણ યોગ્ય ન્યાય ન મળવાની વાત કરી હતી જે તે સમયે pwd ના અધિકારીઓએ જે ગંભીર ચૂક કરી હતી જેના કારણે આ સમગ્ર ઘટના બની હતી તે લોકોને સજા તો મળી છે પરંતુ તેઓ આજે પણ જામીન પર બહાર હોવાથી પરિવારમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ