બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / 20-year-old crushes uncle and aunt under his tractor in Botad

બોટાદમાં કિલર ભત્રીજો / જેમ જીરું પીલે તેમ કાકા-કાકીને ટ્રેક્ટર ફેરવીને કચડી નાખ્યાં, આટલેથી ન ધરાતાં હૈયું ફાટી જાય તેવું કર્યું

Hiralal

Last Updated: 08:33 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદાના ગઢડાના ધૂણફિયા ગામમાં ટ્રેક્ટરથી ડબલ મર્ડરની ઘટના બનતાં સનસની મચી ગઈ છે. આ ઘટનામાં ભત્રીજાએ કાકા-કાકીને ટ્રેક્ટરથી કચડીને મારી નાખ્યાં હતા.

  • બોટાદામાં જમીન વિવાદમાં કાકા-કાકીની ઘાતકી હત્યા
  • ભત્રીજાએ ટ્રેક્ટર ફેરવીને કાકા-કાકીને મારી નાખ્યાં 
  • બન્ને પરિવાર વચ્ચે ચાલતો હતો 9 વિઘા જમીનનો વિવાદ 

બોટાદના ગઢડાના ધૂફણિયા ગામમાં જમીન વિવાદમાં 20 વર્ષના ભત્રીજાએ કાકા-કાકીને જે રીતે માર્યાં તે જાણીને હૈયું ફાટી જશે. ભત્રીજાએ બાઈક પર જઈ રહેલા કાકા-કાકીને પહેલા ટક્કર મારીને પાડી દીધાં ત્યાર બાદ તેમની પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું. ધૂફણિયામાં 65 વર્ષીય ગણેશ રાઘવાણી અને તેમના ભત્રીજા જયદીપ રાઘવણીના પરિવાર વચ્ચે 9 વિઘા જમીનનો વિવાદ ચાલતો હતો. બન્ને પરિવારનું કહેવું હતું કે જમીન તેમની માલિકીની છે અને અવારનવાર આ બાબતે બન્ને પરિવાર વચ્ચે મોટા ઝગડા પણ થતા હતા. પરંતુ મંગળવારે આ મામલાએ ગંભીર રુપ ધારણ કર્યું અને તેનું પરિણામ ડબલ મર્ડરમાં આવ્યું. 

ગણેશ રાઘવાણી બાઈક લઈને જતા હતા ખેતર, એટલામાં ટ્રેક્ટર લઈને આવ્યો ભત્રીજો 

મંગળવારે કાકા ગણેશ રાઘવાણી અને પત્ની બાઘાબેન બાઈક પર બેસીને ખેતરે જઈ રહ્યાં હતા. 20 વર્ષના ભત્રીજા જયદીપને આ વાતની ખબર પડતાં તે ટ્રેક્ટર લઈને ગયો હતો. તેના માથે લોહી સવાર હતું આજે તેને ફેંસલો કરી જ નાખવો હતો અને તેને માટેની તે તૈયારી કરીને જ આવ્યો હતો. જયદીપે પહેલા બાઈકને 
ટ્રેક્ટરની જોરદાર ટક્કર મારીને પાડી દીધા હતા ત્યાર બાદ બન્ને ફરી ટ્રેક્ટર ફેરવી નાખ્યું હતું. આટલેથી ન ધરતાં તેણે વારંવાર પડેલા કાકા-કાકી પર ટ્રેક્ટર ફેરવવાનું ચાલું રાખ્યું હતું. બન્નેને ટ્રેક્ટર નીચે કચડીને ભત્રીજો ચાલ્યો ગયો હતો અને ગણેશભાઈનું તો ત્યાં જ મોત થયું હતું પરંતુ તેમના પત્ની ગંભીર રીતે ઘાયલ થયાં હતા, જેમનું આજે ભાવનગરની હોસ્પિટલમાં અવસાન થયું હતું. 

શું હતું હત્યાનું કારણ 
ગઢડા પોલીસ સ્ટેશનના ઈન્વેસ્ટિગેશન ઓફિસર મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "જયદીપ અને મૃતકના પરિવાર વચ્ચે ઘણા વર્ષોથી વારસાગત ખેતીની જમીન બાબતે કડવો વિવાદ ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જયદીપને તેના કાકા અને તેમનો પરિવાર દીઠ્યો પણ ગમતો નહોતો અને લાગ આવે તેમને ઠેકાણે પાડવાની ફિરાકમાં રહેતો હતો. તેમણે કહ્યું કે રાઘવાણીનો પરિવાર ઘણા વર્ષોથી ગામમાં નવ વીઘા જમીન ખેડી રહ્યો છે. જયદીપના પરિવારનું એવું કહેવું હતું કે આ જમીન તેમના બાપદાદાની માલિકીની છે ગણેશભાઈએ ખોટી રીતે જમીન પચાવી પાડી છે.  પોલીસને જાણવા મળ્યું છે કે લડતા બંને પરિવારોએ મહેસૂલના રેકોર્ડમાં તેમની એન્ટ્રીના ફેરફાર માટે મહેસૂલ વિભાગને અનેક અરજીઓ મોકલી હતી પરંતુ તેનો કોઈ જવાબ આવ્યો નહોતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ