બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 20 empty liquor bottles found in Gujarat University after ganja, now controversy

દારૂબંધીના પોકળ દાવા / ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજા બાદ હવે દારૂની 20 ખાલી બોટલો મળી આવતા વિવાદ, તંત્ર સવાલના ઘેરામાં

Malay

Last Updated: 01:56 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: રાજ્યમાં દારૂબંધીના દાવા પર ફરી એક વખત સવાલ, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાના છોડ બાદ મળી આવી દારૂની ખાલી બોટલો.

  • ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું ધામ કે નશાનું તે મોટો સવાલ
  • ગુજ. યુનિવર્સિટીમાં મળી દારૂની ખાલી બોટલો 
  • ગાંજાનો છોડ મળ્યો ત્યાંથી મળી દારૂની ખાલી બોટલો

Ahmedabad News: રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી નશાનું હબ બની હોય તેવું લાગી રહ્યું છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી ગઈકાલે ગાંજાના છોડ મળી આવ્યા બાદ હવે યુનિવર્સિટીના કેમ્પસમાંથી 20થી વધુ દારૂની ખાલી બોટલ મળી આવતા વિવાદ સર્જાયો છે. ગાંજાના છોડ બાદ દારૂની ખાલી બોટલો મળી આવતા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું ધામ કે નશાનું તે મોટો સવાલ છે. તો રાજ્યમાં દારૂબંધીના દાવા પર ફરી એક વખત સવાલ ઉભા થયા છે. 

20થી વધુ દારૂની ખાલી બોટલ મળી આવી
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોકની પાછળ ઘાસમાં દારૂની ખાલી બોટલોનો ઢગલો મળી આવ્યો છે. હોસ્ટેલના D બ્લોકની પાછળ જ નહીં આગળથી પણ દારૂની ખાલી બોટલો મળી આવી છે. જ્યાંથી ગાંજાનો છોડ મળ્યો ત્યાંથી 20થી વધુ દારૂની ખાલી બોટલ મળી આવી છે. યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ખાલી બોટલોનો ઢગલો પડ્યો છે અને યુનિવર્સિટીના મેનેજમેન્ટ આ બાબતથી સાવ અજાણ જ છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. 

ગઈકાલે મળી આવ્યા હતા ગાંજાના છોડ
આપને જણાવી દઈએ કે, ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાંથી ગતરોજ ગાંજાના બે અલગ અલગ છોડ મળી આવ્યા હતા. જેની ઉંચાઈ 6.5 ફૂટ અને 5.5 ફૂટ હોવાનું સામે આવ્યું હતું. આ અંગેને સમાચાર પ્રકાશિત થતાં જ ગુજરાત યુનિવર્સિટીમાં FSL અને પોલીસની ટીમ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે કેમ્પસમાં ગાંજાના છોડ કેવી રીતે ઉગ્યા અને દારૂની ખાલી બોટલો કેવી રીતે આવી એ મોટો સવાલ? શું વિદ્યાના ધામમાં યુવાનો નશાના રવાડે ચઢી ગયા છે? યુવાનોને નશાના રવાડે ચઢાવનારા તત્વો કોણ છે? યુવાનોને ગેરમાર્ગે કોણ દોરી રહ્યું છે? એ તમામ મુદ્દે યોગ્ય તપાસ થવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ