બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / 2 women soldiers of Indian origin who fought in the field from Israel died

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ / હમાસ યુદ્ધમાં ભારત માટે માઠા સમાચાર, ઈઝરાયલ તરફથી મેદાને જંગમાં ઉતરેલી ભારતીય મૂળની 2 મહિલા સૈનિકોના મોત

Priyakant

Last Updated: 10:41 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War Latest News: 7 ઓક્ટોબરે ઘટના સમયે બંને મહિલા સૈનિકો દક્ષિણ ઇઝરાયેલમાં હાજર હતી, ઈઝરાયેલની સેના તેમજ ઈઝરાયેલના ભારતીય સમુદાયે આ વાતની પુષ્ટિ કરી

  • ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 10મો દિવસ 
  • યુદ્ધમાં ભારતીય મૂળની બે મહિલા સૈનિકોના પણ મોત
  • ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં બચી ગયેલ યુવતીએ આપવીતી કહી 

Israel-Hamas War : ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 10મો દિવસ છે. વાત જાણે એમ છે કે, આ યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, અહીં યુદ્ધમાં ભારતીય મૂળની બે મહિલા સૈનિકોના પણ મોત થયા છે. 7 ઓક્ટોબરે ઘટના સમયે બંને મહિલા સૈનિકો દક્ષિણ ઇઝરાયેલમાં હાજર હતા. ઈઝરાયેલની સેના તેમજ ઈઝરાયેલના ભારતીય સમુદાયે આ વાતની પુષ્ટિ કરી છે.

હુમલામાં જીવ ગુમાવનાર મહિલા સૈનિકોના નામ 22 વર્ષીય લેફ્ટનન્ટ ઓર મોસેસ અને ઈન્સ્પેક્ટર કિમ ડોકરેકર છે. ઓર મોસેસ હોમ ફ્રન્ટ કમાન્ડમાં તૈનાત હતા જ્યારે કિમ ડોકરાકર બોર્ડર પોલીસ ઓફિસમાં તૈનાત હતા. 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં ડ્યુટી દરમિયાન બંનેના મોત થયા હતા. નોંધનીય છે કે, હમાસ સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 286 સૈનિકો અને 51 પોલીસ અધિકારીઓના મોત થયા છે.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં બચી ગયેલ યુવતીએ આપવીતી કહી 
ઈઝરાયેલના ભારતીય સમુદાયનું કહેવું છે કે ભારતીય મૂળના મૃતકોની સંખ્યા વધી શકે છે. કારણ કે અત્યાર સુધી હમાસ દ્વારા ઈઝરાયેલના ઘણા લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે જેમાંથી કેટલાકની ઓળખ પણ થઈ શકી નથી. ભારતીય મૂળની 24 વર્ષીય મહિલા શહાફ ટોકર 7 ઓક્ટોબરે હમાસના હુમલામાંથી બચી ગઈ હતી. હુમલામાં બચી ગયેલા શહાફ અને તેના મિત્ર યાનીરે આ હુમલા વિશે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરી હતી.

શહાફ અને તેનો મિત્ર યાનીર આઘાતમાં  
વાસ્તવમાં શહાફના દાદા યાકોવ ટોકર 1963માં મુંબઈથી ઈઝરાયેલ પહોંચ્યા હતા. ત્યારથી તેનો પરિવાર ત્યાં રહે છે. હુમલા વિશે વાત કરતા શહાફે કહ્યું કે, તે અને તેનો મિત્ર યાનીર હજુ પણ આઘાતમાં છે. શહાફે જણાવ્યું કે, 7 ઓક્ટોબરના રોજ તે તેના મિત્ર યાનીર સાથે દક્ષિણ ઈઝરાયેલમાં યોજાઈ રહેલી પાર્ટીમાં ગઈ હતી. અચાનક તેણે જોયું કે આકાશમાંથી રોકેટનો વરસાદ થઈ રહ્યો છે.

શહાફે કહ્યું કે, મેં યાનીરને કહ્યું કે આકાશમાંથી મિસાઇલો પડી રહી છે. આ પછી અમે કાર તરફ દોડવા લાગ્યા. દોડતી વખતે મારો પગ લપસી ગયો અને હું જમીન પર પડી ગઈ યાનીરે મને ઉપાડી અને કહ્યું કે બધું બરાબર છે, પણ અમારે અહીંથી જલ્દી ભાગવું પડશે. અમે કારમાં બેઠા અને તેને ચલાવવા લાગ્યા. પોલીસે અમને જમણી તરફ દોડવાનું કહ્યું, પણ તે રસ્તો તેલ અવીવ તરફ જતો ન હતો તેથી અમે પાછા વળીને તેલ અવીવ તરફ જવાનું નક્કી કર્યું.

21થી વધુ લોકો પેટ્રોલ પંપમાં 3 કલાક સુધી છુપાયા
આ સાથે યુવતીએ કહ્યું કે, કહ્યું કે અમને ખબર ન હતી કે અમે બચી જઈશું કે માર્યા જઈશું. આતંકવાદીઓ સંપૂર્ણ પ્લાનિંગ સાથે ભાગી છૂટવાની રાહ જોઈ રહ્યા હતા. આઠ આતંકવાદીઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો. આતંકવાદીઓએ તેમને જોતાની સાથે જ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી યાનીર કારને પાછળ રાખીને બીજી તરફ ભાગી ગયો પરંતુ અહીં પણ આતંકવાદીઓ હાજર હતા. કોઈક રીતે બંને તેમની પાસેથી ભાગીને એક ગેસ સ્ટેશન (પેટ્રોલ પંપ) પર પહોંચ્યા અને ત્યાં ત્રણ કલાક સુધી ડરીને છુપાયેલા રહ્યા. તેમની સાથે લગભગ 21 વધુ લોકો ત્યાં હાજર હતા. માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ હતો જેની પાસે બંદૂક હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ