બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 18% GST on packaged paratha latest gujarati news

GST Rules / હવેથી પરાઠા ખાવા મોંઘા પડશે! ચૂકવવો પડશે 18 ટકા GST, જાણી લો વિગત

Dhruv

Last Updated: 12:26 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવેથી હોટેલ રેસ્ટોરાંમાં પરાઠા ખાવા મોંઘા પડશે. કારણ કે પરાઠા પર 18% GST લગાડવામાં આવ્યો છે.

  • હવેથી પરાઠા ખાવા મોંઘા પડશે
  • પરાઠા પર લાગશે 18 ટકા GST
  • વેપારીઓની GAAARના હુકમને પડકારતી અરજી ફગાવાઇ

એક તરફ દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે ને બીજી બાજુ ગુજરાત એપેલેટ ઓથોરિટીએ મહત્વનો ચુકાદો આપ્યો છે. એટલે કે હવેથી હોટેલ રેસ્ટોરાંમાં પરાઠા પર 18% GST લાગશે. પરાઠા વેપારીઓની GAAARના હુકમને પડકારતી અરજી ગુજરાત એપેલેટ ઓથોરિટીએ ફગાવી દીધી છે.
 

પરાઠાઓ એ સાદી રોટલી નથી: GAAAR

GAAARનું કહેવું છે કે, પરાઠાઓ એ સાદી રોટલી નથી. આથી પરાઠા પર 18% GST લાગશે. પરાઠા પ્લેન રોટી કે સાદી રોટીથી અલગ છે. પરાઠાને પ્લેન રોટીમાં વર્ગીકૃત ન કરી શકાય. પરાઠા અને રોટલીની સરખામણી ન કરી શકાય.' મહત્વનું છે કે, પરાઠા પર 18% GSTને લઈને અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારે પરાઠાને રોટલી સમાન ગણાવી ઓછાં GST દરની માંગ કરી હતી.

તમને જણાવી દઇએ કે, યુનિફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમને આ વર્ષે જુલાઈમાં દેશમાં પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે, પરંતુ તેની ગૂંચવણો હજુ ખતમ થવાનું નામ નથી લઈ રહી. GSTના અમલીકરણ અને નોટિફિકેશનને લઈને સતત વિવાદો સામે આવતા રહે છે. ત્યારે રોટલી અને પરાઠા પરના અલગ-અલગ GST દરમાં પણ કંઇક આવું જ છે.

પરાઠા પર 18 ટકા GST અને રોટલી પર લાગશે 5 ટકા GST

જો તમારે પરાઠા (frozen) ખાવા હોય તો હવે તેની પર તમારે 18 ટકા GST ચૂકવવો પડશે. જ્યારે રોટલી ખાવી હોય તો 5 ટકા GST રહેશે. ભૂતકાળમાં પણ રોટલી-પરાઠા પરના GSTને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓનું કહેવું છે કે, બંને બનાવવા માટેની મૂળભૂત સામગ્રી ઘઉંનો લોટ જ છે, આથી તેની પર સમાન જીએસટી લાગુ થવો જોઈએ. આ અંગે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે પણ જણાવ્યું હતું કે, તેઓ 8 પ્રકારના પરાઠા બનાવે છે. જેમાં મુખ્યત્વે લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે. માલાબાર પરાઠામાં લોટનું પ્રમાણ 62 ટકા અને મિશ્ર શાકભાજીના પરાઠામાં 36 ટકા હોય છે.

પરંતુ ગુજરાત જીએસટી ઓથોરિટીએ કહ્યું કે, રોટલી રેડી ટુ ઇટ છે, જ્યારે પરાઠા રેડી ટુ કૂક છે. ટેક્સ સત્તાવાળાઓ સ્પષ્ટપણે કહે છે કે પરાઠા રોટીથી સંપૂર્ણપણે અલગ છે. તમે માખણ કે ઘી લગાવ્યા વિના રોટલી ખાઈ શકો છો, પરંતુ તેની વગર પરાઠા નથી બનતા. કારણ કે ઘી ચોપડેલી રોટલી કે પરાઠા એક રીતે અલગ કેટેગરીમાં આવે છે, આથી તેની પર 18 ટકાના દરે ટેક્સ વસૂલવો હિતાવહ છે.

દૂધ અને ફ્લેવર્ડ દૂધ વચ્ચે પણ છે આવો જ તફાવત

રોટલી અને પરાઠાની જેમ જ GST વિવાદ દૂધ અને સુગંધિત અથવા તો ફ્લેવર્ડ મિલ્કને લઈને છે. ગુજરાતના GST સત્તાવાળાઓએ ફ્લેવર્ડ મિલ્ક પર 12 ટકા GST માન્ય રાખ્યો છે, જ્યારે દૂધ પર કોઈ ટેક્સ નથી રાખ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ