બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 18 dead in Gujarat due to unseasonal floods, rain in 234 taluks of the state in last 24 hours

કમોસમી મુસીબત / કમોસમી માવઠાથી ગુજરાતમાં 18નાં મોત, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકાઓમાં વરસાદે કહેર વર્તાવ્યો

Dinesh

Last Updated: 10:22 AM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Update: રાજ્યમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, 24 કલાકમાં સુરતમાં 4.5 અને ચુડામાં 4.2 ઈંચ વરસાદ નોધાયો છે જ્યારે કામરેજ, કુકરમુંડા અને સાગબારામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

  • રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર
  • વરસાદમાં વિજળી પડવાની ઘટનામાં વધારો
  • વિજળી પડવાની ઘટનામાં 18ના મોત


Gujarat Rain Update: રાજ્યમાં કમોસમી વરસાદની મોસમ ચાલી રહી છે. રાજ્યમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સુરતમાં 4.5 અને ચુડામાં 4.2 ઈંચ વરસાદ નોધાયો છે. જ્યારે કામરેજ, કુકરમુંડા અને સાગબારામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 4 ઈંચ તો નડિયાદમાં 3 ઈંચ વરસાદ તેમજ ઓલપાડમાં 2.2 ઇંચ વરસાદ તો માંડવી અને ભાભરમાં 2.4 ઇંચ તેમજ અમરેલીમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. 

શિયાળામાં શ્રાવણ જેવો માહોલ: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ,  જાણો આગાહી | Unseasonal rain in Bharuch, Gir Somnath and Valsad

18 લોકોના મૃત્યું
રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે 18 લોકોના મૃત્યું થયા છે. વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં 18 લોકોના મૃત્યું થયા છે. મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદમાં વિજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.

ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં  ક્યાં પડશે વરસાદ | Rain forecast in Gujarat rain from Rajkot Amreli Diu to  Banaskantha

'હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે'
અંબાલાલ પટેલએ જણાવ્યું કે, 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. જંબુસર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આજે અને આવતીકાલે વાતાવરણ ચોખ્ખું થશે તેમ અંબાલાલ પટેલ જણાવ્યું છે

મોટા શહેરોનું તાપમાન
રાજ્યમાં વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં 19 ડિગ્રી અને વડોદરા, રાજકોટમાં પણ 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બનાસકાંઠા અને ડીસામાં 18 ડિગ્રી અને સુરતમાં 22 ડિગ્રી તેમજ નલિયામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ