બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 15 years old vehicles will not run in Gujarat from now on! Fitness centers are in full swing

સ્ક્રેપ પોલિસી / તો શું હવેથી ગુજરાતમાં 15 વર્ષ જૂનાં વ્હીકલ્સ નહીં ચાલે! સામે આવી ફિટનેસ સર્ટિફિકેટને લઇને સૌથી મોટી અપડૅટ

Priyakant

Last Updated: 03:49 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિહિકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ એસટી બસ સહિત 15 વર્ષથી જૂનાં તમામ સરકારી વાહનોની ફિટનેસની પણ ચકાસણી કરાશે

  • ગુજરાતમાં ફિટનેસ સેન્ટરોની કામગીરી પૂરજોશમાં
  • સરકાર દ્વારા નવા 204 સેન્ટરોને અપાઈ પ્રાથમિક મંજૂરી
  • રાજ્યમાં 15 વર્ષ જૂનાં 23 લાખ વાહન માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવાં જ પડશે

રાજ્ય સરકારે રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા વિહિકલ સ્ક્રેપિંગ પોલિસીનો અમલ શરૂ કર્યો છે. આ તરફ એસટી બસ સહિત 15 વર્ષથી જૂનાં તમામ સરકારી વાહનોની ફિટનેસની પણ ફરજિયાત ચકાસણી કરાશે અને ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરનાર એસટી બસ સ‌િહતનાં અન્ય વાહનોને સ્ક્રેપમાં મોકલી દેવામાં આવશે. વાહન વ્યવહાર વિભાગનાં સૂત્રો અનુસાર 15 વર્ષ જૂનાં ખાનગી વાહનોને સ્ક્રેપ કરવાનું હજુ ફરજિયાત કરાયું નથી, પરંતુ વિહિકલ સ્ક્રેપિંગ પોલિસીમાં 15  વર્ષ જૂનાં વાહનોના ફિટનેસ ટેસ્ટ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે. 

હાલમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં 23 લાખ વાહનો 15 વર્ષ કે તેથી વધુ જૂનાં છે અને તેમના ફિટનેસ ટેસ્ટ કરાવવાનું હવે ફર‌િજયાત થયું છે. હાલ રાજ્યમાં ફિટનેસ ટેસ્ટ માટે માત્ર ત્રણ સેન્ટર કાર્યરત છે, પરંતુ સરકાર દ્વારા નવાં 204 સેન્ટરને પ્રાથમિક મંજૂરી અપાઈ છે. આગામી માર્ચના અંત સુધીમાં આ તમામ ફિટનેસ સેન્ટર કાર્યરત થઈ જશે, જેથી 15  વર્ષ જૂનાં વાહનોના ફિટનેસ ટેસ્ટ કરવાની કામગીરી ઝડપી બની શકશે.

File Photo 

કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સિંગલ વિન્ડો સિસ્ટમ વિકસાવાઈ
ફિટનેસ સેન્ટર અને વિહિકલ સ્ક્રેપિંગ સેન્ટરની મંજૂરી માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સિંગલ વિન્ડો સિસ્ટમ વિકસાવાઈ છે, જેના મારફતે રાજ્યમાં ફિટનેસ સેન્ટરને મંજૂરી અપાઈ હતી. કેન્દ્ર દ્વારા 13 ઓગસ્ટ,2021 ના રોજ વિહિકલ સ્ક્રેપિંગ પોલિસી અમલી બનાવાઈ હતી. આ પોલિસીના અમલથી પ્રદૂષણ ઘટશે અને જૂનાં વાહનોના કારણે સર્જાતા અકસ્માતો પણ ઘટશે.

મહત્વનું છે કે, સ્ક્રેપિંગ પોલિસીની મર્યાદામાં 20 વર્ષથી જૂનાં લગભગ 51 લાખ લાઈટ મોટર વિહિકલ અને 15 વર્ષથી જૂનાં અન્ય 34 લાખ વાહનો આવશે. આ અંતર્ગત 15 લાખ મધ્યમ અને ભારે મોટર વાહનો પણ આવશે, જે 15 વર્ષથી વધુ જૂનાં છે અને હાલમાં તેમની પાસે ફિટનેસ સર્ટિફિકેટ નથી. નવી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ નવું વાહન ખરીદવા પર 3 વર્ષ સુધી રોડ ટેક્સમાં 25 ટકા સુધીની છૂટ આપવામાં આવી છે. નવી સ્ક્રેપ પોલિસી હેઠળ નવું વાહન ખરીદતી વખતે સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બતાવવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે. કારને સ્ક્રેપ કરવા પર કિંમતના 5  ટકા માલિકને આપવામાં આવશે. આ સાથે નવા વાહનની નોંધણી સમયે નોંધણી ફી માફ કરવામાં આવશે.

File Photo 

જૂની કાર આપવાના બદલામાં ગ્રાહકને ડિપોઝિટનું પ્રમાણપત્ર મળશે, જે નવું વાહન ખરીદતી વખતે લાભ અપાશે. વપરાયેલા વાહનની સ્ક્રેપ વેલ્યૂ ગ્રાહકને મળશે, જે નવા વાહનની એક્સ શો-રૂમ કિંમતના પાંચ ટકા જેટલી હશે. ઓટો કંપનીઓ જૂનું વાહન સ્ક્રેપ કરવાના ડિપોઝિટના પ્રમાણપત્રના બદલામાં નવું વાહન ખરીદતી વખતે એક્સ શો-રૂમ કિંમતના 5 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.

ફિટનેસ ટેસ્ટ નિષ્ફળ જાય તો ? 
સરકારે વાહન સ્ક્રેપિંગ પોલિસીને સ્વૈચ્છિક વાહન આધુનિકીકરણ કાર્યક્રમ (VVMP) નામ આપ્યું છે. જો કોઈ વ્યક્તિનું વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો તેણે પોતાનું વાહન દેશભરમાં રજિસ્ટર્ડ સ્ક્રેપ સુવિધાઓમાં જમા કરાવવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ