બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 1442 vehicles were seized in Ahmedabad within a single month

કાર્યવાહી / અમદાવાદીઓ ઍલર્ટ! શહેરમાં એક જ મહિનાની અંદર 1442 વાહનો કરાયા જપ્ત, જાણો કેટલાં લાખનો દંડ વસૂલાયો

Priyakant

Last Updated: 03:37 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરી દંડની વસૂલાત,  21 જુલાઈથી 20 ઓગસ્ટ સુધી 1 મહિના દરમિયાન RTOમાં 1,442 વાહન જપ્ત કરવામાં આવ્યા

  • અમદાવાદમાં ટ્રાફિક નિયમ તોડનારાઓ સાવધાન
  • 'તથ્ય કાંડ' બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં
  • એક જ મહિનાની અંદર 1,442 વાહનો કરાયા જપ્ત

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ બાદ હવે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, પોલીસ દ્વારા માત્ર એક મહિનામાં 1442 વાહન ચાલકો પાસેથી 47.60 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

\

અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજી વાહનચાલકોને દંડ કરવાની સાથે અનેક વાહન જપ્ત કરવામાં આવી રહ્યા છે. જોકે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા. જોકે અલગ-અલગ ગુનાઓ નોંધી અનેક વાહનો પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. આ સાથે હજી પણ જપ્ત કરેલ વાહનચાલક સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

1 મહિના RTOમાં 1,442 વાહન જપ્ત
વિગતો મુજબ 21 જુલાઈથી 20 ઓગસ્ટ સુધી 1 મહિના દરમિયાન RTOમાં 1,442 વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. આ જપ્ત કરેલા વાહનચાલકો પાસેથી 47,60,157 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ 1 મહિનામાં કેસ કરીને 47 લાખથી વધુની રિકવરી કરવામાં આવી છે. મહત્વનું છે કે, હજી અત્યારે RTOની કામગીરી 24 કલાક ચાલુ જ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ