બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / 100 cyber attacks per day on country's space agency: ISRO chairman S Somnath says 'Boon and threat to advanced technology'

કોચી / દેશની સ્પેસ એજન્સી પર દરરોજ 100 સાયબર અટેક થાય છે: ISROના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું 'અદ્યતન ટેક્નોલોજીને વરદાન અને ખતરો'

Megha

Last Updated: 11:02 AM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસ સોમનાથે કહ્યું કે રોકેટ ટેક્નોલોજીમાં સાયબર હુમલાની શક્યતા ઘણી વધારે, હેકર અત્યાધુનિક સોફ્ટવેર અને ચિપ્સનો ઉપયોગ કરે છે પણ  ISRO આવા હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર છે.

  • ISRO પર દરરોજ 100 સાયબર અટેક થાય છે
  • સંસ્થા આવા સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ છે
  • અદ્યતન ટેક્નોલોજી વરદાન અને ખતરો બંને - એસ સોમનાથ 

સાયબર ક્રાઈમ આ દિવસોમાં સમાચારોમાં છે, જેનાથી ISRO પણ તેની ચપેટમાં આવી ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથનું કહેવું છે કે દેશની સ્પેસ એજન્સી દરરોજ 100થી વધુ સાઈબર હુમલાઓનો સામનો કરી રહી છે પણ સંસ્થા આવા હુમલાઓનો સામનો કરવા માટે મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ છે".

ઇસરો મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ છે
કેરળના કોચીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સની 16મી આવૃત્તિના સમાપન સત્રમાં બોલતા સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે અત્યાધુનિક સોફ્ટવેર અને હાર્ડવેર આધારિત ચિપ્સનો ઉપયોગ કરતી રોકેટ ટેક્નોલોજીમાં સાયબર હુમલાની સંભાવના ઘણી વધારે છે. સંસ્થા દરરોજ 100 થી વધુ સાયબર હુમલાઓનો સામનો કરે છે. જો કે આ હુમલાઓને ટાળવા માટે ઈસરોની સાયબર સુરક્ષા એટલી મજબૂત છે. સોફ્ટવેર ઉપરાંત, ISRO રોકેટની અંદર હાર્ડવેર ચિપ્સની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ પરીક્ષણો પર પણ આગળ વધી રહ્યું છે. 

અદ્યતન ટેક્નોલોજી વરદાન અને ખતરો બંને 
અદ્યતન ટેક્નોલોજીને વરદાન અને ખતરો ગણાવતા તેમણે કહ્યું કે અગાઉ એક સમયે એક સેટેલાઇટ પર નજર રાખવામાં આવતી હતી, હવે સોફ્ટવેરની પદ્ધતિઓમાં ફેરફાર કરીને એક સમયે અનેક સેટેલાઇટનું મોનિટરિંગ કરવામાં આવે છે. એ વસ્તુ આ ક્ષેત્રની વૃદ્ધિ દર્શાવે છે. તેમણે આગળ કહ્યું કે, "આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો દ્વારા ઉભા કરવામાં આવતા પડકારોનો સામનો કરી શકીએ છીએ. આ દિશામાં સંશોધન અને સખત મહેનત થવી જોઈએ."

ભારત આગામી 20 થી 25 વર્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરી શકે છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે આ ખુલાસો કર્યો છે. ગગનયાન મિશન ભારતને અંતરિક્ષમાં માનવ મોકલવાની ક્ષમતા આપશે. તેની સફળતા બાદ ઇસરો સ્પેસ સ્ટેશન બનાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. ISROના અધ્યક્ષે જણાવ્યું હતું કે ભારતીય અવકાશ એજન્સી સ્પેસ સ્ટેશન લોન્ચ અને લાંબા ગાળાના માનવ અવકાશ ઉડાન જેવા મિશન માટે વિવિધ શક્યતાઓ શોધી રહી છે. ચંદ્ર મિશનની સફળતા બાદ અમે તમામ શક્યતાઓ પર વિચાર કરી રહ્યા છીએ. અમે જોઈ રહ્યા છીએ કે સ્પેસ સ્ટેશન ભારતીય અવકાશ અર્થતંત્ર માટે કેવી રીતે ફાયદાકારક બની શકે છે, અમે તે પાસા પર ચર્ચા કરી રહ્યા છીએ." 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ