બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ભારત / 10 years imprisonment for hit and run, What are these 3 new criminal law bills? Know in detail

સંસદ સત્ર / હિટ એન્ડ રન પર 10 વર્ષની કેદ, તો ભડકાઉ ભાષણ પર 5 વર્ષ... શું છે આ 3 નવા ક્રિમિનલ લો બિલ? જાણો વિગતે

Megha

Last Updated: 09:40 AM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિત શાહે બુધવારે લોકસભામાં ત્રણ નવા ક્રિમિનલ લો બિલ પર ચર્ચા કરતાં કહ્યું કે, રાજદ્રોહની વ્યાખ્યાને 'રાજદ્રોહ (સરકાર વિરુદ્ધ ગુનો)'માંથી બદલીને 'દેશદ્રોહ (રાષ્ટ્ર વિરુદ્ધ ગુનો)' કરી દીધો છે

  • વિપક્ષના 97 સાંસદોની ગેરહાજરી વચ્ચે ત્રણ મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા 
  • અમિત શાહે બુધવારે લોકસભામાં ત્રણ નવા ક્રિમિનલ લો બિલ પર ચર્ચા કરી હતી
  • શાહે કહ્યું- આ કાયદો આપણને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરશે

ગઇકાલે વિપક્ષના 97 સાંસદોની ગેરહાજરી વચ્ચે લોકસભામાં ક્રિમિનલ કાયદામાં ફેરફાર કરતા ત્રણ મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા છે. તેમાં ઇન્ડિયન જસ્ટિસ કોડ બિલ (BNS), ઇન્ડિયન સિવિલ કોડ બિલ (BNSS) અને ઇન્ડિયન એવિડન્સ બિલ (BSB) નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ બિલ અનુક્રમે ઈન્ડિયન પીનલ કોડ (IPC), ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) અને ઈન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન લેશે. ગૃહમંત્રી અમિત શાહે આ બિલો લોકસભામાં રજૂ કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં ત્રણ નવા ક્રિમિનલ લો બિલ પર ચર્ચા કરી હતી અને આ દરમિયાન ભારતીય ન્યાય (દ્વિતિય) સંહિતા 2023, નાગરિક સુરક્ષા (દ્વિતિય) સંહિતા 2023 અને ભારતીય પુરાવા (દ્વિતિય) અધિનિયમ 2023ને વોઈસ વોટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. અમિત શાહે કહ્યું કે પહેલીવાર ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં માનવીય સ્પર્શ જોવા મળશે. તેમણે કહ્યું કે વ્યક્તિની સ્વતંત્રતા અને તમામ સાથે સમાન વ્યવહારને લઈને કાયદો બનાવવામાં આવ્યો છે. આપણે ત્યાં ન્યાયની જૂની વ્યાખ્યા છે. આ કાયદો ભારતીય ન્યાય કાયદાને પ્રતિબિંબિત કરે છે. સ્વતંત્રતા બાદ ક્રિમિનલ જસ્ટિસનાં કાયદાનું માનવીકરણ થશે.

શાહે કહ્યું- કાયદો આપણને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરશે
સાથે જ ગૃહમંત્રીએ આ ત્રણેય બિલોની વિશેષતાઓ ગણાવી હતી. એમને કહ્યું કે "આ ત્રણ કાયદાઓએ ગુલામીની માનસિકતાને મુક્ત કરી છે. તેમાં ન્યાય, સમાનતા અને નિષ્પક્ષતાને સમાવવામાં આવ્યા છે. 150 વર્ષ જૂના બ્રિટિશ યુગના કાયદામાં ફેરફારો કરવામાં આવ્યા છે. આ બિલ પસાર થયા બાદ સમગ્ર દેશમાં એક જ પ્રકારની ન્યાય પ્રણાલી હશે. આગામી 100 વર્ષ સુધી જે ટેકનિકલ ફેરફારો થશે એ બધા આ બિલમાં કરવઆમાં આવ્યા છે.  

મોબ લીંચિંગ માટે ફાંસી
તેમણે કહ્યું કે આતંકવાદની વ્યાખ્યા પહેલીવાર મોદી સરકારે કરી છે. જેનાથી (કાયદાની ) ખામીઓનો કોઈ ફાયદો ન ઊઠાવી શકે. રાજદ્રોહને દેશદ્રોહમાં બદલવાનું કામ કર્યું છે. વ્યક્તિની જગ્યાએ દેશને રાખ્યું છે. દેશને નુક્સાન કરનારા લોકો બચી શકશે નહીં. મોબ લીંચિંગ ઘૃણિત અપરાધ છે અને અમે આ કાયદામાં મોબ લીંચિંગ અપરાધ માટે ફાંસીની સજાનું પ્રાવધાન કર્યું છે.  હું વિપક્ષને પૂછવા માંગુ છું કે તમે પણ વર્ષો સુધી દેશ પર શાસન કર્યું છે, તમે મોબ લિંચિંગ સામે કાયદો કેમ ન બનાવ્યો? તમે મોબ લિંચિંગ શબ્દનો ઉપયોગ માત્ર અમારો દુરુપયોગ કરવા માટે કર્યો હતો, પરંતુ જ્યારે તમે સત્તામાં હતા ત્યારે કાયદો બનાવવાનું ભૂલી ગયા હતા.

આ ફેરફારો થશે
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં પહેલાં 484 કલમો હતી, હવે 531 થશે. 177 કલમોમાં ફેરફાર થયાં છએ. 9 નવી કલમો ઊમેરવામાં આવી છે અને 39 નવા સબસેક્શન ઉમેરવામાં આવ્યાં છે .44 નવા પ્રોવિઝન અને સ્પષ્ટીકરણ જોડવામાં આવ્યાં છે. 35 સેક્શનમાં ટાઈમ લાઈન જોડવામાં આવી છે અને 14 કલમોને હટાવી દેવામાં આવી છે .

- હિટ એન્ડ રન કેસમાં ફરાર થવાના ગુનામાં 10 વર્ષ સુધીની સજાની પણ જો અકસ્માત સર્જનાર ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઈ જાય તો તેની સજા ઓછી થઈ શકે છે. 
- મહિલા ઈ-એફઆઈઆર નોંધાવી શકે છે અને બે દિવસમાં તેના ઘરે જવાબ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે
- પોલીસ સત્તાનો દુરુપયોગ રોકવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 
- પીડિત હવે કોઈપણ પોલીસ સ્ટેશનમાં જઈને ઝીરો એફઆઈઆર નોંધાવી શકે છે અને 24 કલાકની અંદર તેને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવું ફરજિયાત 
- 'રાજદ્રોહ (સરકાર વિરુદ્ધ ગુનો)'માંથી બદલીને 'રાષ્ટ્રદ્રોહ (રાષ્ટ્ર વિરુદ્ધ ગુનો)' કરી દીધો છે
- લોકશાહીમાં દરેકને સરકારની ટીકા કરવાનો અધિકાર છે પરંતુ કોઈને પણ ભારત વિશે અપમાનજનક બોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ