બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / 10 leaders have been appointed as members of the BJP National Working Committee

રાજકારણ / લોકસભા પહેલા BJP હાઈકમાન્ડે કર્યા ધરમૂળથી ફેરફાર, કાર્યસમિતિમાં 10 નેતાઓની નિમણૂંક, જુઓ કોને અપાયો ચાન્સ

Kishor

Last Updated: 12:27 AM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 10 નેતાઓને ભાજપ રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય નિયુક્ત કરાયા છે.

  • ચૂંટણી પહેલા ભાજપમાં બદલાવનો સમય
  • 0 નેતાઓને ભાજપ રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય બનાવાયા
  • નીતિન પટેલને પણ રાજસ્થાનની જવાબદારી

ચૂંટણી પહેલા ભાજપમાં બદલાવનો સમય ચાલી રહ્યો છે. લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવી રહ્યા છે. આ માટે ગૃહ મંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મહામંત્રી બીએલઓ સંતોષની દિલ્હીમાં મિટિંગ મળી હતી. પાર્ટી અધ્યક્ષ નડ્ડાએ 10 નેતાઓને ભાજપ રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય નિયુક્ત કર્યા છે. તો જે રાજ્યમાં ચૂંટણી આવનારી છે તેવા તેલગણાં, છત્તીશગઢ અને રાજસ્થાનના તમામ વરિષ્ઠ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

Taking the names of potential BJP candidates, VTV has got the information,  these people can get tickets

બિહારના પૂર્વ અધ્યક્ષ સંજય જયસ્વાલ
હિમાચલ પર પ્રદેશના પૂર્વ અધ્યક્ષ સુરેશ કશ્યપ, બિહારના પૂર્વ અધ્યક્ષ સંજય જયસ્વાલ, છત્તીસગઢના વરિષ્ઠ નેતા વિષ્ણુ દેવ સાય, પંજાબના પૂર્વ અધ્યક્ષ અશ્વિની શર્મા, તેલંગણાના નેતા સોમવીર રાજુ, ઝારખંડના પૂર્વ અધ્યક્ષ દિપક પ્રકાશ, રાજસ્થાનના વરિષ્ઠ નેતા કિરોડી લાલ મીના અને રાજસ્થાનના પૂર્વ અધ્યક્ષ સતીશ પુનિયા સામેલ થયા હતા.ભાજપે એક દિવસ પહેલા જ જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં પ્રભારી નિયુક્ત કર્યા છે. જેમાં રાજસ્થાનની કમાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મધ્ય પ્રદેશની કમાન ભુપેન્દ્ર યાદવ અને છત્તીસગઢની કમાન મનસુખ માંડ વિયાને સોંપવમાં આવી છે. મધ્ય પ્રદેશમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન પટેલને પણ રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી છે. હરિયાણાના કુલદીપ બિશ્ર્નોઈને સહ પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચૂંટણી પહેલા આ રાજ્યમાં બદલાવ

છત્તીસગઢ રાજ્ય પ્રભારી તરીકે ઓમ મથુરની નિમણુંક કરવામાં આવી છે. તો તેલંગણામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા જ રાજ્યના અધ્યક્ષ બદલવામાં આવ્યો છે. પાર્ટીએ તેલંગણાના પ્રદેશ અધ્યક્ષ તરીકે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીની નિયુક્તિ કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર કેરળની સાથે તેલંગણાની પણ જવાબદારી સંભાળશે. તો સુનિલ બંસલને તેલંગણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સિવાય આંધ્ર પ્રદેશમાં દી પુરંદેશ્વરી, પંજાબમાં સુનિલ ઝાંખડ અને ઝારખંડમાં બાબુલાલ મરાડીને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ