બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / WPI inflation surges to 14.23% in November as crude, metal prices harden

કારોબાર / 24 કલાકમાં આમ આદમીને લાગ્યો મોંઘવારીનો બીજો મોટો ઝટકો, આ ચીજવસ્તુઓના વધ્યા ભાવ

Hiralal

Last Updated: 03:23 PM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીને કારણે પહેલેથી તૂટી ચૂકેલા લોકોને 24 કલાકની અંદર બીજો મોટો ઝટકો લાગ્યો છે.

  • જથ્થાબંધ મોંઘવારી  વધીને 14.23 ટકા થઈ
  • નવેમ્બર મહિનામાં ખાદ્ય ચીજોના ભાવ પાંચ મહિનામાં સૌથી વધુ રહ્યા 
  • શાકભાજી, ઇંડા અને માંસના ભાવ વધ્યા 

દેશમાં કારમી મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને કોઈ રાહત મળી નથી. 24 કલાકની અંદર મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને બીજો મોટો ઝટકો લાગ્યો છે. રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારી પણ વધીને 14.23 ટકા થઈ છે. પાંચ મહિનામાં ખાદ્ય ચીજોનો ભાવ સૌથી વધારે થઈ ગયા છે. જથ્થાબંધ ભાવો આધારિત ડબલ્યુપીઆઈ ફુગાવો નવેમ્બરમાં એક વર્ષની ઊંચી સપાટી 14.23 ટકા પર પહોંચ્યો હતો. તેનું સૌથી મોટું કારણ ખાદ્ય ચીજોના ભાવો ખાદ્ય કિંમતોમાં ઉછાળો છે. આંકડાઓ અનુસાર નવેમ્બર મહિનામાં ખાદ્ય ચીજોના ભાવ પાંચ મહિનામાં સૌથી વધુ રહ્યા હતા.

શાકભાજી, ઇંડા અને માંસના ભાવ વધ્યા 

ગયા મહિને શાકભાજીના ભાવમાં વધારો થયો હતો એટલું જ નહીં, ઇંડા અને માંસના ભાવમાં પણ વધારો થયો હતો. આ ઉપરાંત જથ્થાબંધ ફુગાવામાં વધારવામાં ઈંધણ અને વીજળીનો  પણ મોટો ફાળો હતો. ૩૭.૧૮ ટકાની તુલનામાં નવેમ્બરમાં ભાવ ૩૯.૮૧ ટકા વધ્યા હતા. જોકે ઉત્પાદિત ચીજવસ્તુઓ (મેન્યુફેક્ચર્ડ ગુડ્સ)નો ભાવ ઓક્ટોબરમાં 12.04 ટકાની તુલનામાં થોડો ઘટીને 11.92 ટકા થયો હતો.

હજુ વધશે મોંઘવારી 

એક દિવસ પહેલા રિટેલ ફુગાવાના આંકડા જાહેર થયા હતા. સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 4.91 ટકા થયો હતો. આ મુખ્યત્વે શાકભાજીના વધેલા ભાવોને કારણે પણ હતું. રિઝર્વ બેંક (આરબીઆઈ)એ આ મહિનાની શરૂઆતમાં એમપીસીની બેઠક બાદ ફુગાવા અંગેના તેના અનુમાનો વ્યક્ત કર્યા હતા. આરબીઆઈનો અંદાજ છે કે ચોથા ક્વાર્ટરમાં ફુગાવો વધુ વધી શકે છે. રિઝર્વ બેન્કને આશા છે કે ચોથા ક્વાર્ટરમાં રિટેલ ફુગાવો ૫.૭ ટકા રહેશે.

24 કલાકમાં બીજો શું ઝટકો લાગ્યો આમ આદમીને 
સોમવારે રિટેલ મોંઘવારીના આંકડા જાહેર થયા હતા. સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 4.91 ટકા થયો હતો. શાકભાજીના ભાવમાં વધારાને કારણે રિટેલ મોંઘવારીના રેટમાં વધારો થયો હતો. રિટેલ મોંઘવારી વધારાના બીજા દિવસે જથ્થાબંધ મોંઘવારી પણ વધી હતી. આ રીતે જોઈએ તો સામાન્ય લોકોને 24 કલાકની અંદર બીજો મોટો ઝટકો લાગ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ