બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / ભારત / વિશ્વ / અમદાવાદ / world drone attack pentagon claims that iran drone attack on chemical sea-ship near india

BIG NEWS / ગુજરાત પાસે મધદરિયે જહાજ પર થયેલ હુમલામાં કોનો હાથ? અમેરિકાના પેન્ટાગને કર્યો મોટો ખુલાસો

Dinesh

Last Updated: 09:21 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Drone Attack: ભારતની નજીક હિંદ મહાસાગરમાં શનિવારે જહાજ પર ડ્રોન હુમલો થયો હતો, જેના સંદર્ભમાં પેન્ટાગોને દાવો કર્યો છે કે આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે

  • પોરબંદર દરિયા કિનારે વેપારી જહાજ પર એક શંકાસ્પદ ડ્રોન હુમલો
  • કેમિકલ ટેન્કર પર ડ્રોન હુમલો કરવામાં આવ્યોનો યુએસ ડિફેન્સનો દાવો
  • ભારતીય દરિયાકાંઠાથી 200 નોટિકલ માઈલ દૂર ડ્રોન હુમલો કરાયો


શનિવારે એટલે કે, 23 ડિસેમ્બરના રોજ હિંદ મહાસાગરમાં લગભગ 217 નોટિકલ માઈલ દૂર પોરબંદર દરિયા કિનારે વેપારી જહાજ પર એક શંકાસ્પદ ડ્રોનનો હુમલો થયો હતો. આ અંગે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો છે કે જે કેમિકલ ટેન્કર પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો તે ઈરાનથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મામલે પેન્ટાગનના પ્રવક્તા દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

 ભારતીય દરિયાકાંઠાથી 200 નોટિકલ માઈલ દૂર હુમલો
રોયટર્સ મુજબ પેન્ટાગનએ કહ્યું કે, લાઇબેરિયન ધ્વજ ધરાવતું જાપાન-માલિકીનું અને નેધરલેન્ડ સંચાલિત કેમ પ્લુટો હિંદ મહાસાગરમાં સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યે ઈરાનના એકપક્ષીય હુમલાને પગલે હિંદ મહાસાગરમાં ધસી આવ્યું હતું પેન્ટાગોને જણાવ્યું કે, રોઇટર્સ અનુસાર ભારતીય દરિયાકાંઠાથી 200 નોટિકલ માઈલ દૂર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. 

સાતમો ઈરાની હુમલો
પેન્ટાગોનના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 2021 પછી કોમર્શિયલ જહાજ પર આ સાતમો ઈરાની હુમલો છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે લાલ સમુદ્રમાં જહાજો પર હુમલા તેજ કર્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ