બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / World Diabetes Day: These 5 home remedies are panacea for diabetic patients, blood sugar level will decrease

હેલ્થ ટિપ્સ / World Diabetes Day: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે આ 5 ઘરેલૂ ઉપાય, ઘટી જશે બ્લડ શુગર લેવલ

Megha

Last Updated: 05:11 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે.

  • વિશ્વ ડાયાબિટીસ દિવસ દર વર્ષે 14 નવેમ્બરે ઉજવવામાં આવે 
  • આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોને ડાયાબિટીસ વિશે જાગૃત કરવાનો 
  • બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે આ ઘરેલું ઉપાય અપનાવવા જોઈએ 

ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે. આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ રોગનો ઘરગથ્થુ ઉપચાર પણ છે. સાથે સાથે ખાવામાં પણ કેટલીક પરેજી રાખવામાં આવે તો ડાયાબીટીસને કંટ્રોલમાં કરી શકાય છે.  

ડાયાબિટીસ એટલે સાયલન્ટ બિમારી: ભૂલથી પણ તેના લક્ષણોને નજરઅંદાજ ના કરતા,  જાણો લક્ષણો અને ઉપાય | Diabetes is a silent disease: Don't accidentally  ignore its symptoms, know the ...

ડાયાબિટીસના વધતા જોખમો વિશે લોકોને જાગૃત કરવા દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે. બ્લડ શુગર લેવલને સામાન્ય રાખવા તમે ઘરેલુ ઉપચાર અપનાવી શકો છો. 

લીમડાનો પાવડર
લીમડાના પાન ખૂબ જ કડવા હોય છે, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક ઉપચાર છે. તેમાં ફ્લેવોનોઈડ્સ, ટ્રાઈટરપેનોઈડ્સ, ગ્લાયકોસાઈડ્સ વગેરે પૂરતી માત્રામાં જોવા મળે છે, જે બ્લડ સુગરના સ્તરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે.જો તમે શુગરને કારણે પરેશાન છો, તો તમે લીમડાના પાવડરની મદદ લઈ શકો છો. તેના માટે સૂકા લીમડાના પાનને બ્લેન્ડરમાં સરખી રીતે પીસી લો. આ પાવડર તમે દિવસમાં બે-ત્રણ વખત ખાઈ શકો છો.

કારેલાનો રસ
ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા વરદાનથી ઓછું નથી. તે બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ છે. શુગર કંટ્રોલ કરવા માટે તમે રોજ સવારે ખાલી પેટ કારેલાનો રસ પી શકો છો. ડાયાબિટીસના દર્દીઓ પણ સ્વાદિષ્ટ કારેલાની વાનગીઓનો આનંદ લઈ શકે છે.

સાવધાન! ડાયાબિટીસના કારણે શરીરના આ અંગો પર પડે છે ગંભીર અસરો, જાણી લેશો તો  થશે ફાયદો | type 2 diabetes related disease risk kidney failure heart  attack weak vison eyesight pain

આદુ
આદુ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તે બ્લડ શુગર લેવલ સુધારે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારા આહારમાં નિયમિતપણે આદુનો સમાવેશ કરો. આ માટે એક કડાઈમાં પાણી ઉકાળો, તેમાં આદુના ટુકડા નાખો. આ મિશ્રણને સારી રીતે ઉકાળો, પછી તેને ગાળી લો. જ્યારે તે નવશેકું હોય ત્યારે તેને પીવો.

મેથી પાવડર
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથી વરદાનથી ઓછી નથી. તે ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ આ દાણા ખાઓ, તેનાથી ડાયાબિટીસ જાળવવામાં મદદ મળશે.

કસરત કરો
ડાયાબિટીસના દર્દીઓ માટે સ્વસ્થ આહારની સાથે જીવનશૈલીમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. તમારે દરરોજ કસરત કરવી જોઈએ, તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. કસરત કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. શારીરિક પ્રવૃત્તિ માટે, તમે જોગિંગ, સ્વિમિંગ, ટેનિસ અથવા બેડમિન્ટન રમવા માટે પણ જઈ શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ