બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / World Cup Final: Air Force held rehearsal in Ahmedabad, huge crowd outside the hotel to see Kohli-Rohit, sale of t-shirts near the stadium: see how the atmosphere is

WORLD CUP 2023 / વર્લ્ડકપ ફાઇનલ: એરફોર્સે અમદાવાદમાં કર્યું રિહર્સલ, કોહલી-રોહિતને જોવા હોટલની બહાર ભારે ભીડ, સ્ટેડિયમ પાસે ટીશર્ટોનું ધૂમ વેચાણ: જુઓ કેવો છે માહોલ

Vishal Khamar

Last Updated: 04:13 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાનાર વર્લ્ડ કપની સેમિફાઈનલને લઈ બંને ટીમોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતની ટીમ ગત રોજ રાત્રે અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. ફાઈનલ મેચને લઈ દર્શકો પણ સ્ટેડિયમ ખાતે ટિકિટ લેવા ઉમટ્યા છે.

  • વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદ ખાતે રવિવારે રમાશે
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ફાઈનલ મેચ
  • ફાઈનલ મેચને લઈ દર્શકો ટિકિટ લેવા સ્ટેડિયમ ખાતે ઉમટ્યા

અમદાવાદમાં રવિવારે ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચને રમાવાની છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ITC  નર્મદા હોટલ ખાતે ક્રિકેટ ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રસિકોનો જમાવડો જામ્યો છે. હોટલની બહાર મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટ્યા હતા. ટૂંક સમયમાં ક્રિકેટ ટીમ સ્ટેડિયમ ખાતે રવાના થશે. દૂર દૂરથી ચાહકો ITC  નર્મદા હોટલ ખાતે પહોંચ્યા હતા. 

IAFની સૂર્યકિરણ ટીમ બતાવશે કરતબો
અમદાવાદમાં રવિવારે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા IAF  સૂર્ય કિરણ ટીમ કરતબો દેખાડશે. એરફોર્સની ટીમ સૂર્ય કિરણ એરોબેટિક ટીમ 4 એરક્રાફ્ટથી કરતબો બતાવશે. ફાઈનલ મેચ પહેલા 10 મિનીટ કરતબ બતાવશે. તેમજ આજે અને આવતીકાલે સૂર્યકિરણની ટીમ દ્વારા સ્ટેડિયમ ઉપર રિહર્સલ પણ કરવામાં આવશે. 

ટિકિટ લેવા માટે લોકો સ્ટેડિયમ પહોંચ્યા

ફાઈનલની ટિકિટ ન મળતા લોકોમાં નિરાશા
રવિવારે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારે રમાનાર મેચને લઈ દેશભરમાંથી લોકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. ફાઈનલ મેચની ટિકિટ ન મળતા અન્ય રાજ્યોમાંતી આવેલા લોકોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી. નાગપુર, પૂણે, ચંડીગઢ શહેરથી ફાઈનલ જોવા આવેલા લોકોને ટિકિટ ન મળતા લોકો નિરાશ જોવા મળી રહ્યા હતા. કેટલાક ક્રિકેટરસિયાઓ ટિકિટ ન મળતા સ્ટેડિમની બહાર જ ફોટા પડાવી સંતોષ માની રહ્યા છે.  

સ્ટેડિયમ બહાર બંને ટીમોની જર્સી અને ટોપીનું ધૂમ વેચાણ
વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ તા. 19 ને રવિવારનાં રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં જીતનાં ઈરાદે મેદાનમાં ઉતરશે. સ્ટેડિયમ પહાર બંને ટીમોની જર્સી અને ટોપીનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. ફાઈનલ મેચની ટિકિટોને લઈ દર્શકોને મથામણ કરવી પડી રહી છે. કેટલાક લોકો ટિકિટની આશાએ સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ